બિગ બોસની નવી સિઝનમાં દેખાશે સુસ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન - Sandesh
  • Home
  • Entertainment
  • બિગ બોસની નવી સિઝનમાં દેખાશે સુસ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન

બિગ બોસની નવી સિઝનમાં દેખાશે સુસ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન

 | 2:23 am IST

બિગ બોસની નવી સિઝન ૧૬ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. શોમાં સામેલ થનારા અનેક કન્ટેસ્ટન્ટના નામો બહાર આવી રહ્યા છે પણ ભારતી સિંહ અને એના પતિ હર્ષ લિંબાચિયા સિવાય બીજા નામને પુષ્ટિ મળી નથી. પરંતુ સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટની યાદીમાં એક મોટું નામ બહાર આવ્યું છે. મળતા અહેવાલ મુજબ સુસ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન બિગ બોસ-૧૨નો હિસ્સો બની શકે છે. રાજીવના નામની અધિકૃત જાહેરાત કરાઈ નથી, પણ હેન્ડસમ હંક રાજીવ સેનને બિગ બોસના ઘરમાં જોવો ફીમેલ ફેન્સ અને કન્ટેસ્ટન્ટ માટે એક સરપ્રાઇઝથી કમ નહીં હોય. રાજીવ ફિલ્મોમાં કામ નથી કરતો પણ ફિટનેસ મોડલ છે.