Big Challange Of BJP Ahead Of New Gujarat Cabinet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નવા મંત્રી મંડળની શપથવિધિ પહેલા જ ભાજપ માટે પડકાર, અસંતોષ ખાળવા ભર્યું આ પગલું

નવા મંત્રી મંડળની શપથવિધિ પહેલા જ ભાજપ માટે પડકાર, અસંતોષ ખાળવા ભર્યું આ પગલું

 | 1:31 pm IST
  • Share

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ બાદ હવે મંત્રી મંડળનો વારો છે. મંત્રી મંડળમાં ક્યા-ક્યા ધારાસભ્યોને સમાવવા અને કોને પડતા મૂકવા? તેને લઈને ભાજપમાં મંથન ચાલી રહ્યું છે, ત્યારે અસંતુષ્ટ ધારાસભ્યોની નારાજગી દૂર કરવી ભાજપ માટે મોટો પડકાર છે. પાર્ટીમાં આંતરિક અસંતોષ ખાળવા માટે ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના આપી દીધી છે.

ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટમાં 20થી વધુ મંત્રીઓ આજે સાંજે શપથ લઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાને પ્રાથમિક્તા આપવામાં આવી શકે છે. આ સિવાય મહિલાઓની સંખ્યા પણ વધારવામાં આવી શકે છે. એવામાં અનેક જૂના જોગીઓ અને વરિષ્ઠ નેતાઓનું કેબિનેટમાંથી પત્તુ કપાઈ શકે છે.

ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ મંત્રી મંડળમાં મોટો ઉલટફેર કરી શકે છે. જ્ઞાતિગત સમીકરણો બેસાડવા માટે સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને મંત્રી મંડળમાં સામેલ કરવાની રણનીતિ છે.

હજુ સુધી કોઈ પણ ધારાસભ્યને શપથ લેવા અંગે ફોન પણ આવ્યા નથી, એવામાં તેમની બેચેની પણ વધી ગઈ છે. જો કે એવું કહેવાઈ રહ્યું છે કે, રૂપાણી સરકારના મોટાભાગના મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે.

જણાવી દઈએ કે, ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ગુજરાતમાં મંત્રી મંડળની રચનાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સંદર્ભે જ મંગળવારે તેમણે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક પણ યોજી હતી. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ અને ભૂપેન્દ્ર ચુડાસમા સહિતના નેતાઓ સામેલ હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠક નવા મંત્રીઓના નામને લઈને જ બોલાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન