વન્નાક્રાય રેન્સમવેરથી મોટો સાયબર એટેક આવ્યો પ્રકાશમાં: પ્રૂફપોઇન્ટનો દાવો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • વન્નાક્રાય રેન્સમવેરથી મોટો સાયબર એટેક આવ્યો પ્રકાશમાં: પ્રૂફપોઇન્ટનો દાવો

વન્નાક્રાય રેન્સમવેરથી મોટો સાયબર એટેક આવ્યો પ્રકાશમાં: પ્રૂફપોઇન્ટનો દાવો

 | 11:29 pm IST

ગયા શુક્રવાર અને શનિવારે આખા વિશ્વમાં વન્નાક્રાય નામના ખતરનાક સાયબર એટેકે હાહાકાર મચાવ્યો હતો તે પછી એક નવા વાઇરસે વિશ્વમાં સાયબર એટેક કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગ્લોબલ સાયબર સિક્યોરિટી કંપની પ્રૂફપોઇન્ટ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. આનો પ્રભાવ વન્નાક્રાય કરતાં વધુ હોવાનું કંપનીએ જણાવ્યું હતું. વન્નાક્રાય રેન્સમવેર દ્વારા જે ખામીઓનો ફાયદો ઉઠાવાયો હતો તેનો લાભ આ સાયબર એટેક માટે લેવાયો હતો.

પ્રૂફપોઇન્ટના સંશોધક નિકોલસ ગોડિયરે કહ્યું કે આ નવા વાઇરસનું નામ છઙ્ઘઅઙ્મોડડ છે. ગ્દજીછ દ્વારા જે હેકિંગ ટૂલ્સની ઓળખ કરવામાં આવી છે તેનો ઉપયોગ બીજા સાયબર એટેક માટે કરાયો હતો. નવો વાઇરસ ચૂપકીદીથી કામ કરવા ઉપરાંત બીજાં ખતરનાક કામો કરી શકતો હોવાનો સંશોધકોએ દાવો કર્યો હતો.

આ વાઇરસ ઇન્ફેક્ટેડ કમ્પ્યૂટર્સને સંપૂર્ણપણે નિષ્ક્રિય કરવાની સાથે ડેટાને એન્ક્રિપ્ટેડ કરીને ખંડણી માગવાને બદલે વર્ચ્યુઅલ કરન્સી ર્સ્ર્હીિની માઇનને અસર કરે છે અને તમામ કરન્સીને વાઇરસ બનાવનારાઓ પાસે ટ્રાન્સફર કરે છે. વર્ચ્યુઅલ કરન્સીના સોદા માટે જે કમ્પ્યૂટર્સનો ઉપયોગ કરાય છે તે કમ્પ્યૂટર્સને કરન્સી માટે માઇન કહેવાય છે.

આ પ્રકારના વાઇરસ એટેકથી વિન્ડોઝ રિર્સોિસસ એક્સેસ કરવામાં તકલીફ પડે છે. સર્વર અને કમ્પ્યૂટર્સની કામગીરી ધીમી પડી જાય છે. આવો વાઇરસ ક્રિમિનલ્સ માટે ઘણો ઉપયોગી છે. આ વાઇરસ આમ તો ૨ મેથી કે ૨૪ એપ્રિલથી સક્રિય હતો પણ ચૂપકીદીથી કામ કરતો હોવાથી તેનાં કારનામાની ખબર પડી નહોતી.