યોગી આદિત્યનાથે લીધો મોટો નિર્ણય, આ વખતે સપાટામાં યશ ભારતી એવોર્ડ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • યોગી આદિત્યનાથે લીધો મોટો નિર્ણય, આ વખતે સપાટામાં યશ ભારતી એવોર્ડ

યોગી આદિત્યનાથે લીધો મોટો નિર્ણય, આ વખતે સપાટામાં યશ ભારતી એવોર્ડ

 | 5:36 pm IST

યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના સૌથી મોટા યશ ભારતી સન્માનની તપાસ કરવાના આદેશ આપ્યા છે. ગુરુવારે મોડી રાત સુધી ચાલેલા અલગ-અલગ વિભાગનાં પ્રેઝન્ટેશન વખતે યોગીએ કહ્યું હતું કે એવોર્ડ કયા આધારે આપવામાં આવ્યા તેની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે પુરસ્કાર આપતી વખતે તેની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ. અપાત્ર લોકોને બિનજરૂરી રીતે સન્માનિત કરવાથી પુરસ્કારની ગરિમા ઝંખવાય છે.

મુલાયમસિંહે ૧૯૯૪માં આ એવોર્ડ આપવાની શરૂઆત કરી હતી. એવોર્ડ યુપી સાથે સંબંધ ધરાવનારા અને કળા, સંસ્કૃતિ, સાહિત્ય અને ખેલકૂદ ક્ષેત્રે દેશમાં ખ્યાતિ મેળવનારાં લોકોને આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત રૂપિયા 11 લાખ ઉપરાંત જીવનભર રૃપિયા ૫૦ હજારનું પેન્શન મળે છે. અમિતાભ બચ્ચન, હરિવંશરાય બચ્ચન, અભિષેક બચ્ચન, જયા બચ્ચન, ઐશ્વર્યારાય બચ્ચન, શુભા મૃદુલ, રેખા ભારદ્વાજ, રીતા ગાંગુલી, કૈલાશ ખેર, અરુણિમા સિંહા, નવાઝુદ્દીન સિદ્દીકી, રવીન્દ્ર જૈન, ભુવનેશ્વરકુમાર જેવી હસ્તીઓ પુરસ્કાર મેળવી ચૂકી છે.

માયાવતીએ પોતાની સરકાર આવતાં પુરસ્કાર બંધ કર્યો હતો, પરંતુ ૨૦૧૨માં અખિલેશ સરકારે ફરી પુરસ્કારની પરંપરા શરૃ કરી હતી. અખિલેશ સરકાર વખતે આ એવોર્ડ મુદ્દે અનેક સવાલ ઊઠયા હતા. આક્ષેપ થયા હતા કે અનેક ગરીબોની મદદ માટે અખિલેશે તેમને યશ ભારતી પુરસ્કાર આપ્યા હતા. બીસીસીઆઈ ઓછામાં ઓછા ૨૫ ફર્સ્ટક્લાસ મેચ રમનારા ક્રિકેટરને મહિને ૧૫ હજાર રૂપિયાનું પેન્શન આપે છે. જે ખેલાડી ઓછામાં ઓછી ૧૦૦ મેચ રમ્યો હોય તેને રૂપિયા ૫૦ હજાર પેન્શન આપવામાં આવે છે. યશ ભારતી પુરસ્કારવિજેતાને પણ તેટલું જ પેન્શન મળે છે.