big decision of the state government, under the Corona Warriors honors scheme, the officers of class-1 to 4 know who will get how much.
  • Home
  • Ahmedabad
  • રાજ્ય સરકારનો મોટો નિર્ણય, કોરોના વોરિયર્સ સન્માન યોજના અંતર્ગત વર્ગ-1થી 4ના અધિકારીઓને જાણો કોને કેટલા મળશે

રાજ્ય સરકારનો મોટો નિર્ણય, કોરોના વોરિયર્સ સન્માન યોજના અંતર્ગત વર્ગ-1થી 4ના અધિકારીઓને જાણો કોને કેટલા મળશે

 | 8:33 am IST

મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન યોજના અંતર્ગત વર્ગ-૧થી ૪ના અધિકારીઓ, કર્મચારીઓને રૃા. ૫,૦૦૦થી લઈને રૃા. ૨૫,૦૦૦ સુધીનું માનદ મહેનતાણુ ચૂકવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે.

કોવિડ-૧૯ વાઈરસના ફલાવાના કારણે ઉત્પન્ન થયેલ રોગચાળાની સ્થિતિમાં પોતાની અને પોતાના પરિવારની પરવા કર્યા સિવાય અવિરત અને અર્હિનશ કોરોના દર્દીની સતત સેવા અને સુશ્રુષા કરતા આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓની અભૂતપૂર્વ અને અપ્રતિમ કામગીરીને અનુલક્ષીને તેઓની કામગીરીને ખાસ પ્રોત્સાહન આપવા માટે આરોગ્ય કમિશનરની કચેરી તરફથી આરોગ્ય વિભાગ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં કોરોના વાઈરસના અનુસંધાને ગુજરાતના પાડોશી રાજ્યો રાજસ્થાન સરકાર, મધ્યપ્રદેશ સરકાર, તેલંગાણા સરકાર તેમજ અન્ય રાજ્યો દ્વારા કોરોના રોગના દર્દીઓની ચિકિત્સા અને સારવાર કરતા સરકારી તબીબી અધિકારીઓ, પેરા મેડિકલ સ્ટાફની કામગીરીને બિરદાવવામાં આવેલ છે ત્યારે ગુજરાત સરકારે પણ આ નિર્ણય લીધો છે.

કોરોના સંક્રમણની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા ઊભી કરવામાં આવેલ સરકારી કોવિડ-૧૯ હોસ્પિટલ્સમાં દર્દીઓ સાથે સીધા સંપર્કમાં રહી નિદાન, તપાસ, સારવાર આપતા તબીબો, પેરા મેડિકલ કર્મચારીઓ, કોવિડ-૧૯ હોસ્પિટલ્સના સફાઈ કર્મચારીઓ, લેબ ટેકનિશિયન તેમજ કોરોનાના શંકાસ્પદ નમૂના લેવાની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓને ૩૦ દિવસ કે તેથી વધુ સમયગાળા સુધી કામગીરી કરેલ હોય તેમને રાજ્ય સરકાર દ્વારા એકવાર ખાસ પ્રોત્સાહન સ્વરૃપે માનદ મહેનતાણું આપવાનું ઠરાવાયું છે.

આ નિર્ણય અંતર્ગત સરકારી કોવિડ-૧૯ હોસ્પિટલના વર્ગ-૧ અને વર્ગ-૨ સંવર્ગના તબીબી અધિકારીને રૃા. ૨૫,૦૦૦, સરકારી કોવિડ-૧૯ હોસ્પિટલના વર્ગ-૩ સંવર્ગના ર્નિંસગ સ્ટાફ, લેબ ટેકનિશિયન, લેબ. આસિસ્ટન્ટ તેમજ ફાર્માસિસ્ટને રૃા. ૧૫,૦૦૦, સરકારી કોવિડ-૧૯ હોસ્પિટલના વર્ગ-૪ સંવર્ગના સફાઈ કર્મચારીઓને રૃા. ૧૦,૦૦૦ જ્યારે વર્ગ-૩ અને વર્ગ-૪ના આઉટ ર્સોિંસગ અને ફિક્સ પગારમાં સેવા આપતા કર્મચારીઓને રૃા. ૫,૦૦૦ માનદ મહેનતાણાની રકમ ચૂકવવામાં આવશે.

આ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની સર્વોત્તમ અને ઉત્કૃષ્ઠ કામગીરીની કદર રૃપે મુખ્યમંત્રીના હસ્તાક્ષર સાથેનુ ખાસ પ્રશસ્તિ પત્ર અર્પણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન