Big Development To Extradite Mehul Choksi, India And Antigua Signs Extradition Deal
  • Home
  • Featured
  • મેહુલ ચોક્સી પર કસાયો ગાળિયો, જલદી જ ભારત લાવવામાં આવી શકે છે

મેહુલ ચોક્સી પર કસાયો ગાળિયો, જલદી જ ભારત લાવવામાં આવી શકે છે

 | 5:35 pm IST

હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ આચરી દેશમાંથી નાસી છુટેલા હીરાના વ્યાપારી મેહુલ ચોક્સી પર બરાબરનો ગાળીયો કસાઈ રહ્યો છે. ભારતમાંથી ભાગીને મેહુલ ચોક્સીએ કેરેબિયન દેશ એન્ટિગાની નાગરિકતા હાંસલ કરી લીધી હતી, જેની સાથે પર્યાર્પણને લઈને કોઈ સમજુતિ થઈ ન હતી. પરંતુ તાજેતરમાં જાણવા મળ્યા પ્રમાણે પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા છે.

માટે હવે મેહુલ ચોક્સીને સરળતાથી કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત એન્ટિગાથી ભારત લાવવામાં આવી શકે છે. જ્યારથી જાણવા મળ્યું કે, મેહુલ ચોક્સી એન્ટિગામાં છે ત્યારથી ભારતીય એજંસીઓ તેના સુધી પહોંચવા માટેના શક્ય તેટલા તમામ વિકલ્પો પર કામ કરી રહી હતી. ચોક્સીના કેસમાં મળેલી આ સફળતા મોદી સરકાર માટે પણ રાહતની વાત છે. કારણ કે, સરકારના વલણ પર વિરોધ પક્ષ આક્રમક હતો.

તાજેતરમાં જ એંટિગા સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે, ભારત તરફથી પોલીસ ક્લિયરંસ મળી ગયા બાદ જ ભાગેડૂ વ્યાપારીને નાગરિકતા આપવામાં આવી હતી. એન્ટિગા સરકાની સિટિઝનશિપ બાદ ઈન્વેસ્ટમેંટ યૂનિટ (સીઆઈયૂ)એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેને મે 2017માં મેહુલ ચોક્સીની અરજી મળી હતી. અરજીમાં મેહુલ ચોક્સએ તમામ જરૂરી દસ્તાવેજો જમા કરાવી લીધા હતાં જેમાં એન્ટિગા એંડ બારમુડા સિટિઝનશિપ બાય ઈન્વેસ્ટમેંટ એક્ટ 2013ના સેકશન 5(2)(b) અંતર્ગત જરૂરી પોલીસ ક્લિયરંશ સર્ટિફિકેટ પણ શામેલ હતું.

આ મુદ્દે વિરોધ પક્ષ તરફથી સરકાર પર આરોપ લગાવવામાં આવ્યા. જોકે પોલીસ ક્લિયરંસને લઈને મુંબઈ પોલીસનું કહેવું છે કે, ચોક્સીને 2015માં તત્કાળ શ્રેણીમાં પાસપોર્ટ આપવામાં આવ્યો હતો, જેમાં પોલીસ વેરિફિકેશનની જરૂર જ હોતી નથી. મુંબઈ પોલીસનું કહેવું છે કે, ચોક્સીએ 4 જાન્યુઆરી 2018ના રોજ દેશ છોડી દીધો હતો અને સીબીઆઈએ 31 જાન યુઆરી 2018ના રોજ તેમના વિરૂદ્ધ કેસ નોંધ્યો હતો. નિવેદન અનુંસાર ચોક્સીના પાસપોર્ટને 23 ફેબ્રુઆરી 2018ના રોજ મુંબઈની રિઝનલ પાસપોર્ટ ઓફિસરે રદ્દ કરી દીધો હતો.

મુંબઈ પોલીસનું કહેવું છે કે, 23 ફેબ્રુઆરી 2017ના રોજ ચોક્સીએ પોલીસ ક્લિયરંસ સર્ટિફિકેટ માટે મુંબઈ આરપીઓમાં અરજી કરી હતી અને 10 માર્ચ 2017એ માલાબાર હિલ પોલીસ સ્ટેશન તરફથી ક્લિયરંસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન