Big Discounts on Smart Phone in Flipkart Bonanza Sale Offer
  • Home
  • Featured
  • ‘ફ્લિપકાર્ટ બોનાન્ઝા સેલ’: જાણો કયા સ્માર્ટફોન પર કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

‘ફ્લિપકાર્ટ બોનાન્ઝા સેલ’: જાણો કયા સ્માર્ટફોન પર કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

 | 8:35 pm IST

ફ્લિપકાર્ટ પર મોબાઇલ બોનાન્ઝા સેલ પાછો આવ્યો છે. જોકે આ નામથી તમે સમજી ગયા હશો કે આ ઓફર દરમિયાન તમને સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટનો લાભ મળી શકે છે. ‘ફ્લિપકાર્ટ બોનાન્ઝા સેલ’ની શરૂઆત 19મી ફેબ્રુઆરીથી થઈ છે અને આ 23મી ફેબ્રુઆરી સુધી ચાલશે. ફ્લિપકાર્ટે સેલ માટે એક્સિસ બેંક સાથે ભાગેદારી કરી છે. તેથી એક્સિસ બેંક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ તેની શરતોના આધારે મળશે. તો આવો તમને બતાવીએ કેટલાક એવા સ્માર્ટફોનની બેસ્ટ ડીલ વિશે…

Realme 2 Proની વાત કરીએ તો ગ્રાહક આ ઓફર દરમિયાન આ ફોનને રૂ.11,990 સુધી ખરીદી શકે છે. સેલમાં ગ્રાહક આ સ્માર્ટફોનના બધા વેરિએન્ટ્સ પર ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. Redmi Note 6 Proની વાત કરીએ તો ગ્રાહકો તેને 1,000 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે સેલમાં ખરીદી શકે છે. ડિસ્કાઉન્ટ બાદ સેલમાં આ સ્માર્ટફોન 12,990માં ઉપલબ્ધ થશે.

ઉપરાંત Asus Zenfone Max Pro M1ની વાત કરીએ તો ઓફર દરમિયાન ગ્રાહક ફોનને ભારે ડિસ્કાઉન્ટ બાદ રૂ.8,499 સુધી ખરીદી શકે છે. આ પ્રકારે Zenfone Max Pro M2 પર પણ ફ્લિપકાર્ટ સેલ દરમિયાન ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ગ્રાહકો આ ફોનને રૂ.11,999 સુધીની શરૂઆતી કિંમત સુધી ખરીદી શકે છે. સાથે Asusના બધા સ્માર્ટફોન્સ જે ફ્લિપકાર્ટ સેલમાં ઉપલબ્ધ છે તેમાં એક્સિસ બેંકની ઓફર પણ આપવામાં આવી રહી છે.

જ્યારે Vivo V9 Proની વાત કરીએ તો ગ્રાહકો ડિસ્કાઉન્ટ પછી 12,490 રૂપિયા સુધી ખરીદી શકે છે. Realme C1ને સેલમાં રૂ.6,999 સુધી વેચવામાં આવી રહ્યો છે. આ સિવાય Poco F1ને રૂ.17,999 રૂપિયાની શરૂઆતી કિંમત અને Nokia 6.1 અને Nokia 5.1 Plusને પણ ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવી રહ્યા છે. ગ્રાહક તેમને અનુક્રમે રૂ.13,999 અને રૂ.8,999 સુધી ખરીદી શકે છે.

ઉપરાંત Vivo NEXને ગ્રાહકે રૂ.39,990, Vivo X21ને રૂ.26,990, Zenfone 5Zને રૂ.24,999 અને LG G7 ThinQને રૂ.27,999 સુધી ખરીદી શકે છે. જોકે ગ્રાહક ઉપરોક્ત ઓફર અને અન્ય ઓફર વિશેની સંપૂર્ણ માહિતી ફ્લિપકાર્ટની વેબસાઈટ પરથી મેળવી શકે છે. ગ્રાહકોને આગ્રહ છે કે ફ્લિપકાર્ટ પરથી કોઈ પણ સ્માર્ટફોનની ખરીદ કરતા પહેલા સંબંધીત ઓફરની શરતોની વિગત જરૂરથી મેળવી લેવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન