પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે Amazon-Mahindra વચ્ચે થઇ મોટી ઇલેક્ટ્રીક વ્હીકલ ડીલ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે Amazon-Mahindra વચ્ચે થઇ મોટી ઇલેક્ટ્રીક વ્હીકલ ડીલ

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે Amazon-Mahindra વચ્ચે થઇ મોટી ઇલેક્ટ્રીક વ્હીકલ ડીલ

 | 4:23 pm IST
  • Share

પેટ્રોલ-ડીઝલના ભાવ જે રીતે આકાશને આંબી રહ્યા છે, તેને જોતા હવે લાગી રહ્યું છે કે દેશને ઇંધણના કોઇ નવા વિકલ્પ પર ધ્યાન દોરવું જોઇએ. ટ્રાંસપોર્ટ મંત્રી નીતિન ગડકરી આ વાત કહી ચૂક્યા છે. હવે આપણે પણ માની લેવું જોઇએ કે ઇલેક્ટ્રીક કાર જ આપણું ભવિષ્ય છે, માટે ભારતમાં ઇ-મોબિલિટીને પ્રોત્સાહન પણ મળી રહ્યું છે. આ અંતર્ગત જ Amazon અને Mahindra વચ્ચે એક કરારની જાહેરાત થઇ છે.

ઇલેક્ટ્રીક ગાડીઓને લઇ ઝડપથી વધતા ક્રેજને જોતા આજે Amazon India એ Mahindra Electricની સાથે એક કરારની જાહેરાત કરી છે. એમેઝોન ઇન્ડિયાએ મહેન્દ્રા ઇલેક્ટીની EV ને પોતાના ડિલીવરી નેટવર્ક સાથે જોડી છે. આ ડીલ અંતર્ગત એમેઝોનનાં લગભગ 100 Mahindra Treo Zor EVsને દેશના સાત પ્રમુખ શહેરોમાં પોતાના ડિલિવરી નેટવર્ક સાથે જોડ્યું છે. મતલબ કે એમેઝોન પ્રોડક્ટસની ડિલિવરી માટે આ ઇલેક્ટ્રીક ગાડીઓનો ઉપયોગ થશે.

આ ડીલમાં બેંગલોર, નવી દિલ્હી, હૈદરાબાદ, અમદાવાદ, ભોપાલ, ઇંદોર અને લખનઉમાં Mahindra Treo Zorના નેટવર્કને જોડવામાં આવ્યું છે. આ ગાડીઓને એમેઝોન ઇન્ડિયાના ડિલિવરી સર્વિસ પાર્ટનરના નેટવર્ક પર તૈનાત કરવામાં આવ્યા છે.

આજે આ ડીલનું એલાન થયુ છે, આ ડીલનો પાયો ગત વર્ષે જ નાંખવામાં આવ્યો હતો. જ્યારે એમેઝોનના મુખીયા જેફ બેઝોસે એલાન કર્યું હતું કે, તેઓ પોતાના ડિલિવરી નેટવર્કમાં લગભગ 10,000 ઇલેક્ટ્રીક ગાડીઓને જોડશે. ઇ-કોમર્સ કંપની એમેઝોન અનુસાર તેમના ડિલિવરી નેટવર્કમાં વર્ષ 2025 સુધીમાં લગભગ 10,000 ઇલેક્ટ્રીક ગાડીઓ સામેલ થઇ જશે.

એમેઝોનનો ટાર્ગેટ વર્ષ 2030 સુધીમાં આખી દુનિયામાં પોતાના ડિલિવરી નેટવર્કમાં 1 લાખ ઇલેક્ટ્રીક વ્હીકલને જોડવાનો છે. જોકે મહિન્દ્રાની સાથે કરવામાં આવેલ આ કરાર અલગ છે. 8 કિલોમીટર વાળા Treo Zor 550 કિલોગ્રામ સુધીનું વજન ઉઠાવી શકે છે. તેને ઓક્ટોબર 2020માં લોન્ચ કરવામાં આવ્યુ હતું અને તેમા એડવાન્સ લીથિયમ-ઑયન બેટરી લાગેલી છે.

Amazonની કટ્ટર સ્પર્ધક કંપની Flipkartએ પણ 2030 સુધીમાં સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોનિક ગાડીઓ અપનાવવાનું એલાન કર્યું છે. ગત વર્ષે ઓગસ્ટ 2020માં Flipkartએ જાહેરાત કરી હતી કે, તેઓ પોતાના સંપૂર્ણ નેટવર્કમાં ધીરે-ધીરે ઇલેક્ટ્રીક ગાડીઓને જોડશે અને વર્ષ 2030 સુધી તેમના નેટવર્કમાં ઇલેક્ટ્રીક ગાડીઓ જ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન