Big forecast for the monsoon of 2020, weather changes at 7-8am and the 20th pressure will rise
  • Home
  • Featured
  • 2020ના ચોમાસા અંગે અત્યારથી થઈ મોટી આગાહી, 7-8મીએ હવામાનમાં પલટો અને 20મી દબાણ ઉભા થશે

2020ના ચોમાસા અંગે અત્યારથી થઈ મોટી આગાહી, 7-8મીએ હવામાનમાં પલટો અને 20મી દબાણ ઉભા થશે

 | 10:12 am IST

આગામી દિવસોમાં પશ્ચિમી વિક્ષેપથી થયેલી વિપર્યાયથી જનજનમાં હાનિ થવામાં હતી ત્યારે આગામી દિવસોમાં ગરમી વધી શકે તેમ છે. તારીખ 4-5-6માં અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ડીસાના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે તેમ છે.

જૂનાગઢ, સુરત, ભુજના ભાગોમાં પણ ગરમી રહી. તા.7-8માં હવામાન પલટો આવી શકે છે. વાદળછાયું રહે. પુન: તા 13થી 15માં હવામાનમાં પલટો આવી શકે અને તા. 17 સુધીમાં દેશના ઉત્તરીય પશ્ચિમી ભાગોમાં કમોસમી વરસાદ કે કરાં પડી શકે તેમ છે. 20મી એપ્રિલ બાદ સાગરમાં પણ હવાના દબાણો ઉભા થાય તેમ છે. 2020ના ચોમાસા અંગે જોતા આ વખતે સમુદ્રના પ્રવાહો તટસ્થ રહેવાની ધારણા રહે. જેના લીધે ગત સાલના ચોમાસા કરતા આ વખતના ચોમાસાના સ્વરૂપમાં બદલો પણ આવી શકે.

ગત વખતે 145 ટકા વરસાદ થયો હતો પરંતુ આ વર્ષે ચોમાસાનું સ્વરૂપ બદલાઈ શકે. આ વર્ષે ચોમાસાનું સ્વરૂપ બદલાઈ શકે છે. આ વર્ષે માપસરનો પડે કારણ કે બંગાળના ઉપસાગર અને અરબી સાગરની ગરમીનું પ્રમાણ જળવાઈ રહે..

ચૈત્ર માસ શરૂ થવા છતાં પણ હજુ સુધી ગરમી શરૂ થઈ નથી. રાત્રિના સમયે ગુલાબી ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે. દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીના કારણે બેવડી ઋતુથી રોગચાળાને આમંત્રણ આપતું વાતાવરણ સર્જાયું છે. હવે ચૈત્રના દનૈયા તપે તેની હવામાન ખાતાના નિષ્ણાતો રાહ જોઈ રહ્યા છે.

જુઓ આ પણ વીડિયો: રાજપીપળાની નીરવ હેલ્થ કેર આયુર્વેદિક કંપની દ્વારા સેનેટાઈઝર તૈયાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન