Big news about the safari park at the Statue of Unity, wildlife being homecontained
  • Home
  • Corona live
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના સફારી પાર્કને લઈ મોટા સમાચાર, વન્ય જીવોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના સફારી પાર્કને લઈ મોટા સમાચાર, વન્ય જીવોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા

 | 10:40 am IST

હાલ રાજ્યમાં કોરોનાના કહેરના વચ્ચે કાળા માથાનો માનવી તો શું પ્રાણીઓને પણ અગવડતા પડી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં બનાવવામાં આવેલા જંગલ સફારી પાર્કમાં દેશી વિદેશી વન્યજીવો માટેની ખાવા-પીવાથી લઈને અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં 50 જેટલા કુલર અને 12થી વધુ એરકન્ડિશનર જેવું સુવિધાઓ સાથે વન્ય જીવોને હોમકોરોનટાઇન કરવામાં આવ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, દુનિયાનું સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે, ત્યારે હાલમાં જંગલ સફારી પાર્ક પણ લોક ડાઉનના પગલે પ્રવાસીઓ માટે સદંતર બંધ છે. પરંતુ આ જંગલ સફારી પાર્કની અંદર વાઘ, સિંહ, દીપડો, ગેંડો, હરણ તેમજ અલ્પાકા, લામા, જીરાફ, ઇમપાલા જેવા અનેક વિદેશી પ્રાણીઓ તેમજ ઑસ્ટ્રીચ જેવા પક્ષીઓ મળી 500 કરતાં પણ વધારે દેશી-વિદેશી પ્રાણી પક્ષીઓ છે ત્યારે જાણે આ પ્રાણીઓ હોમ કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. તેઓ માહોલ બનાવી દેવામાં આવ્યો છે.

હાલમાં આ પશુ પક્ષીઓ માટે 50 જેટલા કુલર અને 12 એર કન્ડીશનર લગાવવામાં આવ્યા છે તેમજ વન્ય પ્રાણીઓ માટે આર.ઓનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. 2 મહિના સુધી ચાલે જેટલી વન્ય પ્રાણીઓ માટે જરૂરી ખોરાક 4 મહિના ચાલે તેટલી દવાઓનો સ્ટોક ઉપલબ્ધ છે.

વન અધિકારીથી લઇને જે વન્યપ્રાણીઓની દેખરેખ માટેના જે એનિમલ્સ કિપર છે તેમજ વન વિભાગના કર્મચારીઓ કે જેઓ જ્યારે સફારી પાર્કમાં અહીંયા એન્ટ્રી થાય છે એ પહેલાં સૌપ્રથમ તેઓ સેનેટાઈઝ કરવામાં આવે છે. તેઓનું થર્મલ સ્કેનિંગ બાદ જ સફારીના કમ્પાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવે છે જે ગાડીઓ આવે છે ગાડીઓને પણ સફારી પાર્કની આવતા પહેલાં સેનેટાઇઝ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન