Big news from mahendra-singh-dhoni-come-back-plan-csk-ipl-2020
  • Home
  • Sports
  • Cricket
  • ‘કેપ્ટન કુલ’ ધોનીની વાપસીને લઇને આવ્યા મોટા સમાચાર, જલદી જોવા મળશે મેદાનમાં

‘કેપ્ટન કુલ’ ધોનીની વાપસીને લઇને આવ્યા મોટા સમાચાર, જલદી જોવા મળશે મેદાનમાં

 | 1:43 pm IST

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ ભવિષ્યને લઇને અટકળોનો ખતમ થઇ શકે છે. 38 વર્ષના આ દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન ક્રિકેટના મેદાન પર વાપસી કરવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તો ધોની આઇપીએલ 2020 માટે તેનો પ્લાન તૈયાર કરી લીધો છે.

CSKના ટ્રેનિંગ કેમ્પથી જલદી જોડાશે ધોની

ચેન્નાઈ સુપર કિંગ્સનો ટ્રેનિંગ કેમ્પ એક માર્ચથી શરૂ થઇ રહ્યો છે. સુત્રોનું કહેવું છે કે ધોની 29 ફેબ્રુઆરીએ ચેન્નાઇ પહોંચી જશે. આ વખતે આઇપીએલના મુકાબલે 29 માર્ચથી શરૂ થશે. બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે કે સીએસકેએ પણ તેના થાલા સ્વાગાત માટે ખાસ તૈયારી કરી છે.

વિશ્વ કપમાં બાદ બ્રેક પર છે ધોની

બે વખત એવોર્ડ જીતનારી ભારતીય ટીમના કેપ્ટન રહેલા ધોની ઇંગ્લેન્ડમાં 2019 વિશ્વ કપથી ટીમ ઇન્ડિયાની બહાર થયા બાદથી બ્રેક પર છે. ગત વર્ષે નવેમ્બરમાં મુંબઇમાં એક કાર્યક્રમ દરમિયાન ધોનીથી તેની વાપસી અંગે પૂછવામાં આવ્યું. તો તેમનો જવાબ હતો જાન્યુઆરી સુધી ન પૂછો.

BCCIએ કોન્ટ્રાક્ટ લિસ્ટ બહાર પાડ્યું છે

ધોનીએ વર્ષની શરૂઆતમાં જ બીસીસીઆઇએ કોન્ટ્રેક્ટ લિસ્ટથી બહાર કરી દીધા હતા. પરંતુ ધોનીએ તેના ભવિષ્યને લઇને લગાવવામાં આવેલી અટકળોની વચ્ચે રાંચીમાં તેની ઘરેલુ ટીમ ઝારખંડની સાથે અભ્યાસ સત્રમાં ભાગ લીધો હતો. આ રીતે તેણે આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે પોતાને તૈયાર રાખવાના સંકેત પણ આપ્યા હતા.

ક્રિકેટ કરિયર માટે પોતે લેશે નિર્ણય

ઉલ્લેખનીય છે કે આ દિગ્ગજ ક્રિકેટરના કરિયર અંગે સવાલ ઉઠાવવા પર એવું કહેવામાં આવતું હતું કે તેની પર નિર્ણય ધોની પોતે કરશે. માનવામાં આવી રહ્યું છે કે ધોનીની નજર હવે આઇપીએલની 13મી સીઝન પર છે. જ્યાં તે પોતોને બેસ્ટ સાબિત કરવા તૈયાર છે. એટલે આઇપીએલમાં પ્રદર્શનના આધાર રાષ્ટ્રીય પ્રદર્શનકર્તા નક્કી કરશે કે ધોની ઓક્ટોબરમાં થનારી ટી-20 વર્લ્ડ કપ માટે કેટલો તૈયાર છે.

આ પણ જુઓ :અનામત, બિનઅનામત બાદ પુરૂષ ઉમેદવારો મેદાનમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન