બિગ રેડ મ્યુઝિક ફેસ્ટિવલમાં પુરુષો સ્ત્રીના કપડાં પહેરી રણમાં દોડે છે - Sandesh
  • Home
  • Kids Corner
  • બિગ રેડ મ્યુઝિક ફેસ્ટિવલમાં પુરુષો સ્ત્રીના કપડાં પહેરી રણમાં દોડે છે

બિગ રેડ મ્યુઝિક ફેસ્ટિવલમાં પુરુષો સ્ત્રીના કપડાં પહેરી રણમાં દોડે છે

 | 12:23 am IST

ઓસ્ટ્રેલિયાના એક નગરમાં આયોજીત મ્યુઝિક ફેસ્ટિવલમાં સૌથી મોટો નોટબશ નામનું નૃત્ય કરીને રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાથી દૂર ક્વિન્સલેન્ડમાં આવેલા બર્ડ્સવિલે નગરમાં જ્યાં ફક્ત ૩૨૬ લોકોની વસ્તી છે. પરંતુ વર્ષમાં એકવાર આ નગર જીવંત બની જાય છે અને ત્યાં સિમ્પસન રણ અને મધ્ય ઓસ્ટ્રેલિયાની આસપાસના હજારો લોકો ત્યાં આવે છે. આ મેળાવળો બર્ડ્સવિલે બિગ રેડ બાસને કારણે થાય છે, જે એક એન્યુઅલ મ્યુઝિક ફેસ્ટિવલ છે. જેમાં આશરે ૧૦,૦૦૦ થી પણ વધારે લોકો હાજરી આપે છે. બિગ રેડ નામનું મ્યુઝિક ફેસ્ટિવલ બર્ડ્સવિલેથી લગભગ ૩૫ કિલોમીટરની દૂરી પર છે. તાજેતરમાં જુલાઇ ૨૦૧૮માં યોજાયેલા આ બિગ રેડ મ્યુઝિક ફેસ્ટિવલમાં આયોજકોએ સૌથી વધુ લોકોને નોટબશ નૃત્ય કરાવીને રેકોર્ડ તોડયો હતો. તેમાં લગભગ ૧,૭૧૯ લોકોએ નૃત્ય કર્યું હતું અને ૫૦૦ કરતાં પણ વધારે દર્શકો હતાં. ફેસ્ટિવલના ચેરિટી પાર્ટનર અને રોયલ ફ્લાઇંગ ડોક્ટર સર્વિસે સાથે મળીને આ બિગ રેડ ફેસ્ટિવલ મ્યુઝિકનું આયોજન કર્યું હતું અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

આ મ્યુઝિક ફેસ્ટિવલમાં ઓસ્ટ્રેલિયન રમતના હિરો નિક કમિન્સ અને ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય રગ્બી ખેલાડી હની બેજરે પણ ભાગ લીધો હતો. ફ્લાઇંગ ડોક્ટર્સ સર્વિસ દ્વારા ૨૪ કલાકમાં ૨૦૦૦ જેટલા ટોકન વેચાયા હતા અને ૫ ડોલર એયુડી દાનમાં આવ્યા હતા. પરિણામે અંતમાં લગભગ ૧૦,૦૦૦ ડોલર એયુડી એકત્ર થયા હતા. રોયલ ફ્લાઇંગ ડોક્ટર સર્વિસ ઓસ્ટ્રેલિયન એરલાઇન્સ દ્વારા ગ્રામ્ય તેમજ દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે પ્રાથમિક સ્વાસ્થ સંભાળ અને એરોમેડિકલ ઇમરજન્સી પૂરી પાડે છે. આ સંસ્થા ૯૦ વર્ષથી કાર્યરત છે. દર વર્ષે આ બિગ રેડ બેશ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, અને આ વખતે તો મોટી સંખ્યામાં લોકો હાજર રહીને નૃત્યમાં ભાગ લઇને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ ફેસ્ટિવલે સ્થાન મેળવ્યું છે. ત્રણ દિવસના ફેસ્ટિવલમાં રોયલ ફ્લાઇંગ ડોક્ટરોએ આ ડ્રેજ રેસનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે પણ ભાગ લીધો હતો. આ રેસમાં બધા જ પુરુષો સ્ત્રીના કપડાં પહેરી અને રણમાં દોડે છે. આ આયોજનમાં વિજેતાને ઇનામ મળે છે અને રેસના અંતે ફેશન પરેડ રાખવામાં આવે છે. આ બિગ રેડ બાસ ફેસ્ટિવલનું આયોજન દર વર્ષે જુલાઇમાં થાય છે.