Big Success of ICMR Developed Highly Purified Antisera for Treatment of Corona Virus
  • Home
  • Corona
  • ભારતે કરી બતાવી ગજબની કમાલ, કોરોનાની સારવારની અકસીર વેક્સીન શોધી લીધી

ભારતે કરી બતાવી ગજબની કમાલ, કોરોનાની સારવારની અકસીર વેક્સીન શોધી લીધી

 | 8:31 pm IST

કોરોના વાયરસની સારવાર માટે દુનિયાભરમાં અનેક સંશોધનો કરવામાં આવી રહ્યાં છે. ભારતે કોરોના વાયરસની દવામાં મહત્વની પ્રગતિ કરી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને બાયોલોજિક ઈ. લિમિટેડ, હૈદરાબાદની સાથે મળીને એક વિશેષ પ્રકારની એન્ટી સીરમ વિકસીત કરી છે. આ વેક્સીન કોરોનાની સારવારમાં કારગાર સાબિત થશે. આ એન્ટી સિરમ અત્યારે જાનવરોમાં વિકસિત કરવામાં આવી છે.

વૈજ્ઞાનિકોએ કોઈ બહારના બેક્ટેરીયા કે વાયરસ સામે લડવા માટે જરૂરી એન્ટી બોંડી તૈયાર કરી છે. ICMRનું આ સંશોધન એટલા માટે મહત્વપૂર્ણ છે કે, કારણ કે તે કોરોના સંક્રમણ બાદ સારવાર માટે નહીં પરંતુ સંક્રમણની બચવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે.

આ મામલે ICMRએ જાણકારી આપતા કહ્યું હતું કે, આ પ્રકારની સારવાર આ અગાઉ અનેક વાયરલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનમાં કરવામાં આવી ચુકી છે. તેમાં રેબિઝ, હેપેટાઈટિસ બી, વૈક્સીનિયા વાયરસ, ટેટનસ અને ડિપ્થિરિયા જેવી બિમારીઓનો સમાવેશ થાય છે. જો કે, કોવિડ-19થી સ્વસ્થ થનારા દર્દીઓના પ્લાઝ્માનો ઉપયોગ આવી જ સારવાર માટે કરવામાં આવે છે. પરંતુ તેમાં એન્ટીબોડીનું સ્તર માણસના આધાર ઉપર જુદુ જુદુ હોય છે.

ICMRના જણાવ્યા પ્રમાણે આ જ કારણે તેનો ઉપયોગ મુશ્કેલ થઈ જાય છે. આઈસીએમઆરની નવી સફળતાથી ભારતમાં સાર્વજનિક સ્વાસ્થ્યની રક્ષા માટે મહત્વપૂર્ણ સફળતા ગણાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન