Big basket to hire 10,000 people for warehouses, delivery
  • Home
  • Business
  • લોકડાઉન ખુલતાજ આ કંપની નોકરી માટે દ્વાર મુકશે ખુલ્લા, 12,000 લોકોની તાતી જરૂર

લોકડાઉન ખુલતાજ આ કંપની નોકરી માટે દ્વાર મુકશે ખુલ્લા, 12,000 લોકોની તાતી જરૂર

 | 11:25 am IST

કોરોનાને કારણે સમગ્ર દુનિયામાં હાલ કોહરામ મચ્યો છે. ભારતમાં હાલ 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. જરૂરી ચીજવસ્તુઓ ઓનલાઇન પુરી પાડનાર પ્લેટફોર્મ BigBasket પોતાના ગોદામમાં પડી રહેલ સામાનની ડિલીવરી કરવા માટે 10,000 લોકોને કામ પર લગાવશે. BigBasket ઇચ્છી રહ્યું છે કે લોકડાઉન પહેલા જેટલા પણ ઓર્ડર આપવામાં આવેલ છે તેને જલ્દીમાં જલ્દી પહોંચાડવામાં આવે છે. ઓનલાઇન ગ્રોસરી પ્લેટફોર્મ પણ 10,000 લોકોને કામ પર લગાવશે.

બિગબાસ્કેટના ઉપાધ્યક્ષ તનૂજા તિવારીએ કહ્યું છે કે અમે અમારા ગોદામ અને સામાનની ડિલેવરી માટે 10000 લોકોની ભરતી કરીશુ. આ ભરતી 26 શહેરોમાં કરવામાં આવશે. હાલ તમામ શહેરમાં કામ ન હોવાથી દબાણની સ્થિતિ છે, ગામડા કરતા શહેરોમાં વધારે પડકાર છે.

દેશમાં 21 દિવસના વોકડાઉનને કારણે ઈ-કોમર્સ કંપનીઓને ઓર્ડર પહોંચાડવામાં તકલીફ પડી રહી છે. ભલે સરકારે ઈ-કોમર્સ પ્લેટફોર્મના માધ્યમથી ખાદ્ય સામગ્રી તેમજ દવાઓનો સામાન પહોંચાડવાની રજા આપી હોય, કંપનીઓ પાસે પુરતો સ્ટાફ ન હોવાથી અને પોલિસ દ્વારા હેરાન કરતા હોવાની ફરીયાદો કંપનીઓ પાસે ઢગલા મોઢે આવી રહી છે.

સ્થાનીક અધિકારીઓ ગોડાઉન બંધ કરાવે છે અને ટ્રક જે રાજ્યની સીમાઓથી બહાર જઈ રહ્યા હતા તેના પર પ્રતિબંધ લાદી દીધેલ છે જેથી હાલ ઇ-કોમર્સ કંપનીઓની કામગીરી ઠપ્પ થવા લાગી છે.

કંપનીઓએ કામ કરવાનું શરૂ કરી દીધું છે અને પડતર ઓર્ડર પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. કેટલીક કંપનીઓ જુના ઓર્ડરને રદ્દ કરવાનો વિકલ્પ આપી રહી છે. કંપનીઓ સામે મોટો પ્રશ્ન છે કે ગોદામોમાં પડેલ માલને જથ્થાને પહોંચાડવા માણસો જોઈએ તે હાલ મળી રહ્યા નથી.

આ વીડિયો જુઓ: ગુજરાતના 100 વિદ્યાર્થીઓ યુક્રેનમાં અટવાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન