Lopamudra Raut is setting the Goa waters on fire Bigg Boss 10
  • Home
  • Featured
  • Photos: લોપામુદ્રા રાઉતનો ગ્લેમરસ અવતાર, ગોવાના દરિયામાં લગાવી દીધી આગ

Photos: લોપામુદ્રા રાઉતનો ગ્લેમરસ અવતાર, ગોવાના દરિયામાં લગાવી દીધી આગ

 | 7:49 am IST

‘બિગ બૉસ-10’ની સેકન્ડ રનર-અપ રહી ચુકેલી લોપામુદ્રા રાઉત ફરી ચર્ચામાં છે. ‘બિગ બૉસ-10’ અને ‘ખતરોં કે ખિલાડી’ જેવા શૉનો ભાગ બનેલી લોપામુદ્રા રાઉત પોતાના હૉટ એન્ડ બૉલ્ડ અવતારનાં કારણે ચર્ચામાં છે. લોપામુદ્રા પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે પ્રશંસકોને તેનો આ અંદાજ ખુબજ ગમે છે. તાજેતરમાં લોપામુદ્રાએ બિકિનીવાળી કેટલીક તસવીરો શેર કરી છે જે ઝડપથી વાયરલ થઇ રહી છે. લોપાની હવે એવી તસવીરો સામે આવે છે જે તમને મદહોશ કરી દેશે.

મિસ યુનાઇટેડ કોન્ટિનન્ટ એવોર્ડમાં રનર્સ અપ રહી ચૂકેલી લોપામુદ્રા પોતાની સુંદરતાને કારણે દેશનું નામ રોશન કરી ચૂકી છે. આ વખતે લોપામુદ્રાએ ગોવામાં વેકેશન મનાવ્યું હતુ તેની તસવીરો શેર કરી છે.

લોપામુદ્રા નાગપુરની રહેવાસી છે અને તેણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે. તે ‘બિગ બોસ-10’ની સેકન્ડ રનર-અપ હતી. આ શૉમાં તેણે પોતાની સેક્સી અદાઓથી સૌનું દિલ જીતી લીધું હતુ. ત્યારબાદ તે વર્ષ 2017માં ‘ખતરોં કે ખિલાડી’ સીઝન 8માં જોવા મળી હતી અને તે સેમિફાઇનલ સુધી પહોંચી હતી.

આ ઉપરાંત તે મિસ યૂનાઇટેડ કૉન્ટિનેંટ્સ 2016માં સેકેંડ રનરઅપ રહી ચુકી છે. લોપા મુદ્રા બોલીવુડની ફિલ્મમાં ડેબ્યૂ કરી ચુકી છે. કેટલાક સમય પહેલા જ લોપામુદ્રાની ફિલ્મ ‘બ્લડ સ્ટોરી’ આવી હતી. આ ઉપરાંત તે સિંગર જૈજી બી સાથે ‘ક્રેઝી યા’માં પણ જોવા મળી ચુકી છે.

લોપામુદ્રાને કુદરતના ખોળે સમય વીતાવવો ખુબ ગમે છે વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને તે કુદરતના સાનિધ્યમાં જતી રહે છે. લોપાને ગોવા ખુબજ ગમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન