Ameesha Patel Maintain Distance From Show Because Of Sidharth Dey
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ સ્પર્ધકે અમિષા પટેલ પર એવી વાહિયાત કોમેન્ટ કરી કે તે હજુ બિગ બોસમાં પાછી ફરકી નથી!

આ સ્પર્ધકે અમિષા પટેલ પર એવી વાહિયાત કોમેન્ટ કરી કે તે હજુ બિગ બોસમાં પાછી ફરકી નથી!

 | 3:32 pm IST

બિગ બોસ 13નો સ્પર્ધક સિદ્ધાર્થ ડે શોમાંથી બહાર થઈ ગયો છે. શોમાં સિદ્ધાર્થ ડે માત્ર 31 દિવસનો મહેમાન રહી શક્યો. તે જ્યા સુધી બિગ બોસમાં રહ્યો ત્યાં સુધીમાં શોની ઘણી મહિલા સ્પર્ધકો સાથે અપમાનજનક રીતે વર્તન કરતો જોવા મળ્યો છે. આટલું જ નહીં સિદ્ધાર્થ ડેએ બિગ બોસ 13ની માલકિન અમિષા પટેલ પર પણ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બિગ બોસ 13ની અમિષા પટેલ સિદ્ધાર્થ ડેને કારણે શોમાં પાછી ફરવા માંગતી નહોતી. અહેવાલ મુજબ સિદ્ધાર્થ ડેએ અમિષા પટેલ પર ખુબ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. તે અમીષા વિશે જેમતેમ બોલ્યો હતો. સિદ્ધાર્થની અભદ્ર ટિપ્પણી પછી અમિષાએ બિગ બોસના નિર્માતાઓ સામે આ શરત મૂકી હતી કે જે દિવસે સિદ્ધાર્થને શો બહાર કરો ત્યારે જ હું શોમા પરત ફરીશ. હવે, સિદ્ધાર્થ ડેના ઘરથી બેઘર થયા પછી એ જોવાનું રહ્યું કે અમિષા ફરીથી શોમાં આવે છે કે નહીં.

તે જ સમયે સિદ્ધાર્થ ડેને બિગ બોસના ઘરમાંથી હાંકી કાઢ્યા પછી અમિષા પટેલ પર કરેલી ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું – તે માત્ર મજાક હતી. મારી મજાકનો લોકોએ ડબલ અર્થ કર્યો છે. સિદ્ધાર્થ ડેનું મહિલાઓ પ્રત્યેનું આવું વર્તનને કારણે તેઓને સોશિયલ મીડિયા પર લોકોએ ભારે ટ્રોલ કર્યો હતો. તે જ સમયે સાપ સીડી ટાસ્ક દરમિયાન સિદ્ધાર્થ ડેએ શહનાઝ પર અભદ્ર ટિપ્પણી કરી હતી અને તેમના વિશે ઘણી અશ્લીલ વાતો કહી હતી કે જેના માટે સલમાન ખાને સિદ્ધાર્થને ખરી ખોટી સંભળાવી હતી.

શોમાં સિદ્ધાર્થ ડેએ દલજીત માટે ‘ચૂડેલ’ અને ‘નાગિન’ જેવા શબ્દો વાપર્યા હતા. જેના કારણે દલજીત હજી પણ તેનાથી નારાજ છે. બિગ બોસ 13ની સ્પર્ધક રહી ચૂકેલી દલજીત કૌર જ્યારે સિદ્ધાર્થ ડેને શોમાંથી બહાર કરી દેવાયો ત્યારે ખૂબ જ ખુશ હતી. એક વેબ પોર્ટલ સાથે વાત કરતા દલજીતે કહ્યું- મને ખુશી છે કે બિગ બોસે સિદ્ધાર્થને શોમાંથી બહાર કાઢી નાખ્યો છે. આ પરથી સ્પષ્ટ છે કે શોના નિર્માતાઓ પણ શોમાં ગંદકી જોવા નથી માંગતા. મને બિગ બોસ ટીમ પર ગર્વ છે.

આ વીડિયો પણ જુઓ: અમરેલીના રાજુલામાં ઘાતરવાડી નદીના બ્રિજ પર ગાબડૂં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન