bigg boss 13 contestant himanshi khurana has shared an incident
  • Home
  • Entertainment
  • Bollywood
  • બાપ રે: કોઈએ અભિનેત્રી હિમાંશી ખુરાનાની કાર પર કર્યો હુમલો, ટાયર પણ પંચર કરી નાંખ્યા

બાપ રે: કોઈએ અભિનેત્રી હિમાંશી ખુરાનાની કાર પર કર્યો હુમલો, ટાયર પણ પંચર કરી નાંખ્યા

 | 6:50 pm IST

પ્રખ્યાત પંજાબી સિંગર અને બિગ બોસ 13ની સ્પર્ધક હિમાંશી ખુરાના સોશિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય હસ્તીઓમાંથી એક છે. તે સોશિયલ મીડિયા પર તેના ફેન્સ અને તેના જીવન સાથે જોડાયેલા અનુભવો શેર કરતી રહે છે. તેમજ ફોટો અને વીડિયો પણ શેર કરતી રહે છે. આ વખતે હિમાંશી ખુરાનાએ તેની સાથે બનેલી એક ઘટના વિશે ફેન્સને જણાવ્યું છે.

હિમાંશી ખુરાનાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે મોડી રાત્રે બનેલી એક ઘટના વિશે ખુલાસો કર્યો છે. હિમાંશી ખુરાનાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે તેમની કાર પર મોડી રાત્રે હુમલો થયો હતો. આટલું જ નહીં કેટલાક લોકોએ તેમની કારના ટાયરને પણ પંચર કરી દીધા છે. જેના પર હિમાંશી ખુરાનાએ રોષ વ્યક્ત કર્યો છે.

હિમાંશી ખુરાનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘ગઈકાલે રાત્રે ચંદીગઢ નજીક એક ગામમાં શૂટિંગ દરમિયાન કોઈએ મારી કારનું ટાયર પંચર કરી દીધું. તમે લોકો શું વિચારી રહ્યા છો. તમે મને આવી નાની નાની હરકતો કરીને રોકી શકશો? તો ભૂલી જાઓ અને મને ડરાવી શકશો નહીં. તમને ખુબ ખુબ શુભેચ્છાઓ.’ હિમાંશી ખુરાનાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

હિમાંશી ખુરાનાના ઘણા ફેન્સ આ પોસ્ટ પર પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. આ અગાઉ હિમાંશી ખુરાનાએ બીજો પણ એક રોષ વ્યક્ત કર્યો હતો. લોકો તેને અસીમ રિયાઝની ગર્લફ્રેન્ડ કહીને બોલાવે એ ગમતું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હિમાંશી ખુરાના અને અસીમ રિયાઝ એક બીજાને ડેટ કરી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો,4.2ની તીવ્રતાનો ભૂકંપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન