bigg boss 13 fame actress shehnaz gill on marriage plans
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • શહનાઝ ગિલને લગ્ન વિશે પૂછતાં આપ્યો અનોખો જવાબ, કહ્યું-…..તો મારા બાળકો પણ હોત

શહનાઝ ગિલને લગ્ન વિશે પૂછતાં આપ્યો અનોખો જવાબ, કહ્યું-…..તો મારા બાળકો પણ હોત

 | 11:24 am IST
  • Share

પંજાબી સિંગર અને એક્ટ્રેસ શહનાઝ ગિલ(shehnaz gill) હંમેશાં ચર્ચામાં રહે છે. બિગ બોસ 13 પછી શહનાઝ ગિલ(shehnaz gill)ને ઘણી ખ્યાતિ મળી હતી. આ શોમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફેન્સની સિદ્ધાર્થ શુક્લા સાથેની કેમેસ્ટ્રી પણ લોકોને ખુબ ગમી હતી. હાલમાં તે ઇન્સ્ટાગ્રામ લાઇવમાં ચાહકો સાથે વાતચીત કરતી હતી અને શહનાઝ ગિલે ઘણી વસ્તુઓ ફેન્સ સાથે શેર કરી હતી. તેમણે તેમના લગ્નના પ્લાન વિશે પણ વાત કરી હતી.

જ્યારે એક ફેન્સે લગ્ન વિશે સવાલ કર્યો ત્યારે શહનાઝે કહ્યું- લગ્ન? હજુ મારી ઉંમર નથી લગ્ન કરવાની. મારી પાસે હજુ સમય જ સમય છે. જો હું સ્ટ્રગલર હોત તો પાક્કું મારા લગ્ન(shehnaz gill marriage) થયા હોત. મારે બાળકો પણ હોત. તેમણે વધુમાં કહ્યું- મારા માટે સખત મહેનત કરવાનો સમય છે. હું સખત મહેનત કરું છું અને મને એવું લાગે છે અત્યારે જરૂર નથી. મને મન થશે ત્યારે જ લગ્ન કરીશ.

વર્કફ્રન્ટની વાત કરીએ તો શહનાઝ ગિલને બિગ બોસમાંથી વિદાય લીધા પછી ઘણા પ્રોજેક્ટ્સ મળ્યા. તે અનેક હિટ મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. સિદ્ધાર્થ શુક્લા સાથેની તેની કેમિસ્ટ્રી ખૂબ પસંદ કરવામાં આવી છે. બિગ બોસના ઘરમાં પણ બંનેની જોડીની પ્રશંસા કરવામાં આવી હતી.

આ વીડિયો પણ જુઓ: આજે વડોદરામાં થશે વેક્સીનનું આગમન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન