bigg boss 13 fame arti singh talks about depression-reveals
  • Home
  • Featured
  • Photos: ડિપ્રેશનના નામથી ફફડી ઉઠી આ અભિનેત્રી, કહ્યું મારી સાથે કોઈ લગ્ન નહીં કરે

Photos: ડિપ્રેશનના નામથી ફફડી ઉઠી આ અભિનેત્રી, કહ્યું મારી સાથે કોઈ લગ્ન નહીં કરે

 | 1:39 pm IST

હાલ જ્યાં જુઓ ત્યાં બસ ડિપ્રેશનની જ ચર્ચા થઈ રહી છે. પહેલા જેના નામથી ડરતા એ ડિપ્રેશન પર હવે ખુલીને વાત થઈ રહી છે. બિગ બોસ 13માં ભાગ લઈ ચુકેલી આરતી સિંહે પોતાના ડિપ્રેશનની વાત જાહેરમાં કબૂલી છે. જો કે પહેલા અભિનેત્રી આ વાત પર ચર્ચા કરવાનું ટાળતી હતી તેને ડર હતો કે કોઇ તેની સાથે લગ્ન નહી કરે.

આરતી માટે ડિપ્રેશન પર લડવુ કોઇ સરળ વાત ન હતી. આરતી કહે છે કે શરૂઆતમાં તે ખુબજ શરમાતી હતી કે તેને ડિપ્રેશન થયુ છે.

આરતીએ કહ્યુ કેટલીક વખત તમારી પાસે બધુ જ હોવા છતા તમને એવી એકલતા ઘેરી લે કે તમે એમાથી બહાર આવવા મથ્યા કરો અને કોઇ રસ્તો જ ન મળે. હું અંદરથી ખુબજ તૂટી ગઈ હતી.

આરતીએ કહ્યુ કે હું ખુબજ લકી છુ મારી આસપાસ રહેલા લોકોએ મને સંભાળી હું ખુલીને મારા મનની વાત કરી શકતી હતી મને ડિપ્રેશન લડવાની ત્યાંથી જ તાકાત મળી. આરતીએ કહ્યુ કે તેને ડર હતો કે ડિપ્રેશનના કારણે કોઇ તેનો હાથ નહી પકડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન