bigg boss 13 mahira sharma says she will not wear bikini
  • Home
  • Photo Gallery
  • PHOTOS: અભિનેત્રીનો એક જ જવાબ, કહ્યું-ગમે તે થઈ જાય બિગ બોસમાં બિકીની નહીં પહેરું, કારણ કે…

PHOTOS: અભિનેત્રીનો એક જ જવાબ, કહ્યું-ગમે તે થઈ જાય બિગ બોસમાં બિકીની નહીં પહેરું, કારણ કે…

 | 11:55 am IST

અભિનેત્રી માહિરા શર્મા બિગ બોસમાં પોતાનો જલવો બતાવી રહી છે. તે સમજદારીપુર્વક પોતાની ગેમ રમી રહી છે. ઘરમાં માહિરા બિગ બોસમાં ફેમસ થઈ રહી છે તો બહાર તેનો એક વીડિયો ખુબ હંગામો મચાવી રહ્યો છે. આ વીડિયો તે બિગ બોસમાં ગઈ તે પહેલાનો છે. તે કહે છે કે ગમે તે થઈ જાય હું બિકીની તો પહેરીશ જ નહીં.

માહિરાનું કહેવું છે કે તેનાં માટે ક્લીવેજ બતાવવા એ પણ મોટી વાત છે, કારણ કે તે કાશ્મીરની છોકરી છે. માહિરાએ યારો કે ટશન નામની ટીવી સિરિયલથી ડેબ્યૂ કર્યું હતું. તેમજ આ શોથી તેને ભારે પોપ્યુલારિટી મળી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, નાગિન 3 તેમજ કુંડલી ભાગ્યમાં પણ તેણે કામ કર્યું છે.

ટિકટોકની દુનિયામાં પણ તેનું ખુબ મોટું નામ છે. બિગ બોસમાં બિકીનીના સવાલ પર માહિરાએ કહ્યું કે, ગમે તે થઈ જાય, હું ત્યાં બિકીની નહીં પહેરૂં કારણ કે મે ક્યારેય ઓન સ્ક્રીન બિકીની નથી પહેરી. તો જુઓ અહીં એ અભિનેત્રીનાં ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન