Bigg Boss 13 prize money doubles, winner will come out with this much amount
  • Home
  • Entertainment
  • Bollywood
  • રિયાલિટી શો બિગ બોસ-13ની ઈનામી રકમને લઈને સૌથી મોટો ખુલાસો, 1 કરોડ નહીં જાણો કેટલી હશે પ્રાઈઝ મની

રિયાલિટી શો બિગ બોસ-13ની ઈનામી રકમને લઈને સૌથી મોટો ખુલાસો, 1 કરોડ નહીં જાણો કેટલી હશે પ્રાઈઝ મની

 | 8:58 pm IST

શનિવારે સાંજે ટીવીની સૌથી પૉપુલર રિયાલિટી શો બિગ બોસની 13મી સીઝનનો અંત થવા જઈ રહ્યો છે. આ સીઝન અત્યાર સુધીની સૌથી દિલસ્પર્શ અને વિવાદિત સીઝન રહી છે. ફેન્સ અને દર્શકોનો ઉત્સાહ આ આખી સીઝન દરમિયાન જોવા મળ્યો અને હવે બિગ બોસ 13ના ફિનાલે સાથે જોડાયેલા વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે.

1 કરોડનું નથી બિગ બોસની 13મી સીઝનનું ઈનામ
માનવામાં આવી રહ્યું છે કે બિગ બોસની 13ની ઈનામી રાશિ 1 કરોડ રૂપિયા છે. પરંતુ લેટેસ્ટ અહેવાલોનું માનીએ તો ઈનામી રકમ 1 કરોડનું નહીં પરંતુ 50 લાખ છે. સોશિયલ મીડિયા પર ફેન ક્લબથી શેર કરવામાં આવેલો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે શોની પ્રાઈઝ મની 50 લાખ રૂપિયા છે. તેમાંથી પારસને 10 લાખ રૂપિયા આપીને શોમાંથી બહાર થવાનો મોકો આપવામાં આવ્યો હતો અને તે પૈસા લઈને ચાલ્યો ગયો હતો.

પારસે 10 લાખ રૂપિયા લઈ જવાથી આ ઈનામી રકમ હવે 40 લાખ રૂપિયા જ થઈ ગઈ છે. જ્યારે સલમાન ખાન શોના ક્રિએટીવ ટીમના સભ્યો સુધાંશુ અને મંશાને થોડા પૈસા આપવા વિશે મઝાકમાં કરતા પણ નજરે પડશે. કારણ કે, ટ્વિટર પર લોકોએ બિગ બોસ 13માં પક્ષપાત થતો હોય તેવું જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, બિગ બોસ 13માં સિદ્ધાર્થ શુક્લા, આસિમ રિયાજ, રશ્મિ દેસાઈ, આરતી સિંહ, પારસ છાબડા અને શહનાજ ગિલ ટોપ 6 ફાઈનલિસ્ટ બન્યા છે. અહેવાલોનું માનીએ તો તેમાંથી રશ્મિ અને આરતીની સફર ફાઈનલ પહેલા ખતમ થઈ ગઈ છે, જ્યારે પારસ થોડા રૂપિયા લઈને શો છોડી ચૂક્યો છે. હવે દેશભરની નજર બિગ બોસ 13ના વિજેતા પર ટકેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન