bigg boss fame mandana karimi fat to fit look going viral
  • Home
  • Featured
  • Photos: બિગ બોસ ફેમ મંદાના કરીમીએ કરાવ્યું મેકઓવર, Fat to Fit લુક વાયરલ

Photos: બિગ બોસ ફેમ મંદાના કરીમીએ કરાવ્યું મેકઓવર, Fat to Fit લુક વાયરલ

 | 12:32 pm IST

બહુચર્ચિત ટીવી શો બિગ બોસ 9માં આવેલી મંદાના કરીમી હાલ પોતાના મેકઓવરને કારણે ખુબજ ચર્ચામાં છે. મંદાનાએ 1 વર્ષમાં ખુબજ વજન ઘટાડ્યુ છે. વજન ઘટાડી મંદાના પરફેક્ટ શેપમાં નજર આવી હતી. પોતાના ફેટથી ફિટ સફરને મંદાનાએ ઈંસ્ટાગ્રામ પર શેર કરી લોકોને આશ્ચર્ય ચકિત કરી દીધા છે.

પોતાનાં મેકઓવર કોલાજ ઈમેજને શેર કરતાં મંદાનાએ બોડી શેમિંગ કરનારાઓને આડે હાથ લીધા હતા. મંદાનાનું કહેવું છે કે જ્યારે તે ફેટી હતી ત્યારે પણ ખુશ લાગતી હતી અને વજન ઘટાડ્યુ ત્યારે પણ ખુશ છે. 

મંદાના સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. એવુ કહીએ કે મંદાના અને ટ્રોલર્સ સાથે જુનો સંબંધ છે તેવુ કહેવું કંઈ ખોટુ નથી.

મંદાનાએ આ લુક મેળવવા કલાકો પરસેવો વહાવ્યો અને ખુબજ મહેનત કરી હતી. મંદાના કરીમી ઈંસ્ટા પર વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન