bigg boss himanshi khurrana revealation want to talk to asim Riyaz family
  • Home
  • Entertainment
  • Bollywood
  • BBમાં સલમાને આ અભિનેત્રીને I LOVE YOU કહેવા માટે કર્યું દબાણ? વીડિયો લીક થતાં હાહાકાર

BBમાં સલમાને આ અભિનેત્રીને I LOVE YOU કહેવા માટે કર્યું દબાણ? વીડિયો લીક થતાં હાહાકાર

 | 11:14 am IST

બિગ બોસની 13મી સિઝનમાં ઘણા સ્પર્ધકોનો પ્રેમ પાંગર્યો છે. કેટલાક સ્પર્ધકોનો તો પ્રેમ એ હદે વધી રહ્યો છે કે, લગ્ન સુધી વાત પહોંચી ગઈ છે. એક એવો જ સ્પર્ધક છે આસિમ રિયાઝ. બિગ બોસના ઘરમાં હિમાંશી ખુરાનાને આસિમ પ્રેમ કરી બેઠો છે. એટલો દિવાનો થઈ ગયો કે, તે લગ્ન કરવા માટે પ્રપોઝ કરી બેઠો. આસિમે તો પોતાની લાગણી હિમાંશી સામે ઠાલવી દીધી. પરંતુ ખુદ હિમાંશીએ એ સમયે કંઈ પણ કોમેન્ટ કરવાની મનાઈ કરી દીધી હતી. તેણે વિચારવા માટે થોડો સમય માગ્યો હતો.

સોશિયલ મીડિયા પર હિંમાશીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં કહે છે કે, હું મારા અને આસિમના સંબંધ માટે બન્ને પરિવાર સામે બધી જ વાતો સાફ સાફ કરવા માંગુ છું. પરંતુ સલમાન ખાને શો દરમિયાન જ આ સવાલ પેદા કર્યો અને જેથી મારે સંબંધ માટે હા બોલવું પડ્યું. હિમાંશીનો આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

સવાલ તો એવો પણ પુછવામાં આવી રહ્યો છે કે, હિમાંશી ખરેખર આસિમને પ્રેમ કરે છે કે, પછી કોઈના દબાવમાં આવીને સલમાન ખાન સામે હા પાડવી પડી. હાલમાં ઘરની બહાર પણ હિમાંશી આસિમનો પ્રેમ વખણાઈ રહ્યો છે. હવે હિમાંશી અને આસિમનો પ્રેમ કેટલો સાચો છે એ તો શો પુરો થાય પછી જ ખબર પડશે. પરંતુ શોમાં જોઈ શકાય છે કે, આસિમને હિમાંશીનો સપોર્ટ સારી રીતે મળી રહ્યો છે.

આ વીડિયો પણ જુઓ: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપ આવશે ભારતના પ્રવાસે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન