Biggest Abandoned Ghost Town Varosha Which Was Evacuated One Night
  • Home
  • Photo Gallery
  • આ છે વિશ્વનું સૌથી મોટું ભૂતિયા નગર, એક બીકના લીધે 40,000 લોકો રાતોરાત ઘર મૂકી ભાગ્યા

આ છે વિશ્વનું સૌથી મોટું ભૂતિયા નગર, એક બીકના લીધે 40,000 લોકો રાતોરાત ઘર મૂકી ભાગ્યા

 | 2:43 pm IST

દુનિયામાં એવા ઘણા રહસ્ય છે કે જેના વિશે લોકો હજુ જાણતા નથી. એક એવું જ રહસ્ય છે સાઈપ્રસ દેશના વરોશા શહેરનું. કે જે ક્યારેક આજાદ હતું. પરંતુ હાલમાં આ શહેર વેરાન પડ્યું છે. આ શહેરને દુનિયાનું સૌથી મોટું ભૂતોનું શહેર કહેવામાં આવે છે. આ શહેરમાં ઉંચી ઉંચી ઈમારતો તો બનેલી છે પણ રહેનાર લોકો કોઈ નથી. ત્યાં આવેલી હોટલો અને રેસિડેન્સિયલ વિસ્તારો હવે ખંડેર બનવા પર આવી ગયા છે.

વરોશાના એક નાના ભાગને છોડીને મોટા ભાગનો બીચ પણ હંમેશા માટે બંધ કરાવી દીધો છે. આ શહેરમાં ઘુસવાની વાત તો દુર પણ જો બહારથી ફોટો લઈએ તો પણ ધરપકડ કરવામાં આવે છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે 45 વર્ષ પહેલા આ શહેરની આબાદી 40,000 આસપાસ હતી. પરંતુ 1974માં એક બીકના કારણે આખું શહેર રાતોરાત ખાલી થઈ ગયું.

જુલાઈ 1974માં તુર્કી સેનાએ સાઈપ્રસ પર હુમલો કર્યો હતો અને જેના લીધે નરસંહારની બીક લાગવા લાગી. લોકોએ રાતોરાત શહેર છોડી દીધું અને બાજુના શેહરના ચરણે જતાં રહ્યા. તુર્કીના હુમલા પછી સાઈપ્રસના બે ભાગ પડ્યાં. એક ગ્રીસ અને બીજું તુર્કી સાઈપ્રસ. વરોશા શહેર તુર્કી સેનાના કબજામાં છે. આ શેહરમાં માત્ર તુર્કીની પેટ્રોલિંગ ટીમને જ આવવાની પરમિશન છે બાકી કોઈ ન આવી શકે. જુઓ આ શેહરના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન