Biggest Ice Festival Of The World Held In China
  • Home
  • Photo Gallery
  • Photos: દુનિયાનાં સૌથી મોટા આઇસ ફેસ્ટિવલની જોઇલો શાનદાર તસવીરો, આવે છે 1 કરોડ લોકો!

Photos: દુનિયાનાં સૌથી મોટા આઇસ ફેસ્ટિવલની જોઇલો શાનદાર તસવીરો, આવે છે 1 કરોડ લોકો!

 | 12:57 pm IST

ચીનમાં દુનિયાનો સૌથી મોટો આઇસ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. હાર્બિન શહેરમાં ઇન્ટરનેશનલ આઇસ એન્ડ સ્નો સ્કલ્પચરમાં મોટા પ્રમાણમાં બરફનો ઉપયોગ કરવામાં આવે છે અને ઊંચા ઊંચા સ્કલ્પચર બનાવવામાં આવે છે. ઘણા સ્કલ્પચર પર તો લોકો પણ ચઢી શકે છે. ઇન્ટરનેશનલ આઇસ એન્ડ સ્નો સ્કલ્પચર ફેસ્ટિવલ 5 જાન્યુઆરીનાં શરૂ થયો છે અને ફેબ્રુઆરીનાં અંત સુધી ચાલશે.

આ ફેસ્ટિવલમાં દુનિયાભરથી લગભગ 1 કરોડ લોકો ભાગ લેવા આવશે. રાત્રીમાં આઇસ સ્કલ્પચરને રંગીન રોશનીથી શણગારવામાં આવે છે. દર વર્ષે આયોજિત થતા આ આઇસ ફેસ્ટિવલનું 35મું ચરણ છે. ભારે મશીનોનો ઉપયોગ કરીને બરફને કટ કરવામાં આવે છે. સોંધુઆ નદીમાં જામેલા બરફનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.

700-700 કિલોનાં બરફનાં ટૂકડાઓનો ઉપયોગ સ્કલ્પચરમાં કરવામાં આવ્યો છે. એક આઇસ સ્કલ્પચર 33 મીટર ઊંચો અને 100 મીટર લાંબો છે. ફેસ્ટિવલનું આયોજન ચીનનાં નેશનલ ટૂરિઝ્મ એડમિનિસ્ટ્રેશન તરફથી કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.