'યે હૈ મહોબ્બતેં' શોમાં આવશે જબરદસ્ત મોટી ટ્વિસ્ટ - Sandesh
  • Home
  • Entertainment
  • ‘યે હૈ મહોબ્બતેં’ શોમાં આવશે જબરદસ્ત મોટી ટ્વિસ્ટ

‘યે હૈ મહોબ્બતેં’ શોમાં આવશે જબરદસ્ત મોટી ટ્વિસ્ટ

 | 1:34 pm IST

ટીવી શો ‘યે હૈ મહોબ્બતે’માં બહુ જ જલ્દી બધાને ક્યોકિ સાસ ભી કભી બહુ થી જેવો ટ્રેક જોવા મળશે. તમને યાદ હશે કે, તુલસી પોતાના જ દીકરા અંશને ગોળી મારી દે છે. બસ, એવો જ ટ્રેક દિવ્યાંકાના શોમાં જોવા મળશે. હાલમાં જ આ ખબર મળ્યા હતા કે, આ શોમાં રમન ભલ્લા અથવા આદિત્ય ભલ્લાની મોત બતાવવામાં આવશે. આ શોમાં 8 મહિના સુધીનો લીપ બતાવવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર જલ્દી જ શોમાં એક મોટું તોફાન આવવાનું છે. આદિત્ય ભલ્લા (અભિષેક વર્મા)ના પાત્રને આ શોમાં પૂરું કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આવનારા એપિસોડમાં બતાવવામાં આવશે કે, ઈશિતા પોતાના દીકરા આદિ પર ગોળીઓ ચલાવશે. જેના બાદ તેને જેલ જવું પડશે. આ દરમિયાન શોમાં લીપ બતાવવામાં આવશે.

શોમાં હાલ હાઈ લેવલનો ડ્રામા જોવા મળી રહ્યો છે. જ્યાં આદિ એક સાઈકો લવર બની ચૂક્યો છે. આદિને જ્યારે માલૂમ પડે છે કે, રોશની શાંતનુ સાથે લગ્ન કરવાની છે, તો તે ગુસ્સે થઈ જાય છે. આદિના દિમાગમાં રોશની પર એસિડ ફેંકવાનો પ્લાન આવે છે, જેના વિશે ઈશિતાના ખબર પડી જાય છે.

ઈશિતા આદિને રોકવાનો બહુ જ પ્રયાસ કરે છે, પરંતુ આદિ તેની વાત બિલકુલ પણ માનતો નથી. જેના બાદ ઈશિતા પોતાના દીકરા પર ગોળીઓ વરસાવી દે છે. હવે લીપ બાદ આદિ મરી જશે કે નહિ, તે તો શો જોયા બાદ જ માલૂમ પડશે.