Biggest worrying news for Gujarat 6 more corona positive cases today
  • Home
  • Corona live
  • ગુજરાતીઓ ચેતી જજો! આવ્યા મોટા ચિંતાજનક સમાચાર, વધુ આટલા કેસ સાથે આંકડો થયો 53

ગુજરાતીઓ ચેતી જજો! આવ્યા મોટા ચિંતાજનક સમાચાર, વધુ આટલા કેસ સાથે આંકડો થયો 53

 | 10:11 am IST

ગુજરાતમાં કોરોના વાયરસે પગપેસરો કર્યા બાદ દરરોજ તેના પોઝિટીવ કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધી 53 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા. ત્યારે શહેરીજનો ચિંતામા પેઠા છે. રાજ્ય સરકાર પણ કોરોના વાયરસના કેસો વધે નહીં તેના માટે તમામ કોશિશો કરી રહી છે. કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ગુજરાતમાં 53 પર પહોંચી છે.

આ વીડિયો પણ જુઓ: રાજ્યમાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા

મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં 18, રાજકોટમાં 8, વડોદરામાં 8 કેસ, સુરતમાં 7 અને ગાંધીનગરમાં 7 કેસ નોંધાયા છે, ભાવનગર અને કચ્છમાં એક – એક પોઝિટિવ કેસ જોવા  મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 3 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે.

હાલ વડોદરામાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. વડોદરામાં વધુ એક પુરૂષ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમની ઉંમર 66 વર્ષની છે. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તે સાથે જ વડોદરામાં કેસની સંખ્યા વધીને 9 પર પહોંચી ગઇ છે. આ વ્યક્તિને ગોત્રી હોસ્પિટલમાં નિયમાનુસાર સારવાર આપવામાં આવી રહી છે. તે સાથે હવે ગુજરાતમાં કોરોના વાયરસના 48 પોઝિટિવ કેસ થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન