Bihar and Assam floods, heart will rise after photos
  • Home
  • Featured
  • પૂરથી બિહાર અને અસમ બેહાલ, ચારેકોર વિનાશ, તસવીરો જોઇને દ્રવી ઉઠશે હૃદય

પૂરથી બિહાર અને અસમ બેહાલ, ચારેકોર વિનાશ, તસવીરો જોઇને દ્રવી ઉઠશે હૃદય

 | 2:07 pm IST


બિહાર અને અસમમાં પૂર તેમજ વરસાદના કારણે મરનારની સંખ્યા 150 સુધી પહોંચી ગઇ છે. જ્યારે અત્યાર સુધી તેનાથી 1.15 કરોડથી વધારે લોકો પ્રભાવિત થઇ ચૂક્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે નિવેદન આપ્યું તેમણે મૃતકોના પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે અને પરિવારના લોકોને 4 લાખ રૂપિયા વળતર આપવાની ઘોષણા કરી છે.

બિહરમાં ગત 24 કલાકમાં અલગ-અલગ વિસ્તારોમાં પૂરના કારણે મરનારની સંખ્યા 14 થઇ ગઇ જેનાથી વરસાદમાં આ આંકડો વધીને 92 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં રાહત અને પુનર્વાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને સીએમ નીતીશ કુમારે 180 કરોડ રૂપિયાથી વધારે ધનરાશિ વાળું એક અભિયાન શરૂ કર્યું છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અનુસાર પૂરથી વધારે પ્રભાવિત જિલ્લો સીતામઢી છે. રાજ્યમાં કાલ સુધી થયેલી કુલ 78 મોતમાં અત્યાર સુધી 27 લોકોના જીવ ગયા છે. આ વિસ્તાર અચાનક આવેલા પૂરથી પ્રભાવિત છે. આ પૂર નેપાલમાં ગત અઠવાડિયે થયેલા મૂશળધાર વરસાદના કારણે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન