Bihar Chief Minister Nitish Kumar on violence against UP, Bihar Migrants in Gujarat
  • Home
  • Featured
  • નીતીશે CM રૂપાણીને કર્યો ફોન, RJD નેતાનો અલ્પેશ ઠાકોરને ખુલ્લો પડકાર

નીતીશે CM રૂપાણીને કર્યો ફોન, RJD નેતાનો અલ્પેશ ઠાકોરને ખુલ્લો પડકાર

 | 4:22 pm IST

ગુજરાતમાં પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલાઓની ઘટના બાદ પોતાના ગૃહ રાજ્ય તરફ પરત ફરી રહેલા ઉત્તર ભારતીયોની સ્થિતિ કફોડી બની છે. આ હુમલાને લઈને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાતચીત કરી છે.

ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ આ મામલે સરકારનો બચાવ કર્યો હતો. તેમણે આ ઘટનાક્રમ પાછળ કોંગ્રેસનો હાથ ગણાવ્યો હતો.

અલ્પેશ ઠાકોરને પડકાર ફેંકતા કહ્યું હતું કે, જો હિંમ્મત હોય તો અલ્પેશ ઠાકોર બિહાર આવે. અહીં અલ્પેશનું સ્વાગત ગુલાબથી કરવામાં આવશે.

ઉત્તર ભારતીયો પર હુમલાઇને લઈને ઘર પરત ફરી રહેલા બિહારના કામદારોના મામલે ગંભીરતા દાખવતા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ફોન પર વાતચીત કરતા કહ્યું હતું કે, હેં ગઈ કાલે રવિવારે જ રૂપાણી સાથે વાતચીત કરી છે. અમે તેમના સંપર્કમાં છીએ અને તેઓ સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. જે કોઈએ પણ હુમલા કર્યાં છે તેમને સજા મળવી જોઈએ અને કોઈ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના રાખવો જોઈએ.

આ મામલે રાજકારણ ગરમાયું છે. આરજેડીએ આ મામલે મુખ્યમંત્રી નીતીશ કુમારને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તત્કાળ વાત કરવા જણાવ્યું છે. તો જેડીયૂ નેતા પ્રશાંત કિશોરે ગુજરાત સરકાર પ્રહાર કરતા કહ્યું છે કે, ગુજરાત સરકારે આ મામલે આક્રમક પગલા ભરવા જોઈએ. ગુજરાત સરકારે સક્રિયતા દાખવવી જોઈતી હતી.

જ્યારે જેડીયૂના પ્રવક્તા અજય આલોકે કહ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી અલ્પેશ ઠાકોર પર કાર્યવાહી કરે. કાર્યવાહી નહીં થાય તો વિરોધ પક્ષ રાજીનામાં માંગશે. સાથે જ તેમણે અલ્પેશ ઠાકોરને પડકાર ફેંકતા કહ્યું હતું કે, જો હિંમ્મત હોય તો અલ્પેશ ઠાકોર બિહાર આવે. અહીં અલ્પેશનું સ્વાગત ગુલાબથી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના બનાસકાંઠામાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મમાં બિહારના એક મજૂરનું આરોપી તરીકે નામ સામે આવ્યું હતું. ત્યાર બાર રાજ્યમાં ઠેરઠેર ઉત્તર ભારતીયો પર સ્થાનિક લોકોએ હુમલા કરવાનું શરૂ કરી દીધું હતું.