Bihar CM Nitishkumar Statement for Sushant Singh Rajput's Case
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત સિંહ રાજપૂત કેસ પર નીતીશ કુમારે પહેલી વખત મૌન તોડ્યું, CBI તપાસને લઇ કહ્યું કે…

સુશાંત સિંહ રાજપૂત કેસ પર નીતીશ કુમારે પહેલી વખત મૌન તોડ્યું, CBI તપાસને લઇ કહ્યું કે…

 | 3:09 pm IST

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસ પર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મોટું નિવેદન આપ્યું છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે જો સુશાંતના પિતા કહેશે તો સીબીઆઈ તપાસ શકય છે. નીતીશ કુમારે કહ્યું કે મુંબઇ પોલીસે બિહાર પોલીસને સહયોગ કરવો જોઇએ. સિનિયર એડવોકેટ આ કામ માટે લાગેલા છે, મજબૂતીની સાથે જવાબદારી નિભાવી છે. તો આખા કેસમાં એવા સમાચાર મળી રહ્યા છે કે મુંબઇ પોલીસ તપાસ માટે પહોંચેલ બિહાર પોલીસને સહયોગ કરતી નથી.

‘તપાસમાં બે રાજ્યની વચ્ચે ઝઘડાનો પ્રશ્ન જ નથી’

નીતીશ કુમારે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતના પિતાએ બિહારમાં કેસ નોંધાવ્યો છે. પોલીસનું કામ છે તેના પર તપાસ કરવાનું. આ અમારા લોકોનો રોલ નથી. જેમણે કેસ નોંધાવ્યો છે, જો તેઓ કહેશો તો રાજ્ય સરકાર આગળ કંઇક એકશન લેશે. આ તપાસમાં બે રાજ્યની વચ્ચે ઝઘડાનો પ્રશ્ન જ નથી. હા જો સુશાંતના પિતાની તરફથી માંગણી કરાશે તો સીબીઆઈ તપાસ શકય છે.

બિહાર પોલીસે કહ્યું- અમને નથી મળ્યો સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ

સુશાંતના આત્મહત્યા કેસમાં તેમના પિતા કેકે સિંહે પટનાના રાજીવ નગર પોલીસસ્ટેશનમાં રિયા ચક્રવર્તી સહિત 4 લોકોની વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. આ બધાની વચ્ચે બિહાર પોલીસની ટીમ સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ કરવા માટે મુંબઇ પહોંચી. જો કે ટીમ પહોંચ્યા બાદથી જ એવા સમાચાર આવી રહ્યા હતા કે મુંબઇ પોલીસ તેમને સહયોગ કરી રહી નથી. બિહાર પોલીસ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે મુંબઇમાં કપૂર હોસ્પિટલની મુલાકાત લેવા પહોંચેલી બિહાર પોલીસની ટીમે સુશાંત સિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ માંગ્યો પરંતુ માહિતી આપવામાં આવી નહીં.

સુશાંત કેસમાં સીબીઆઈ તપાસની માંગણી

બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં સતત નવા ખુલાસા સામે આવી રહ્યા છે. એક બાજુ જ્યાં મુંબઇ પોલીસ અલગ-અલગ એંગલથી કેસની તપાસમાં લાગ્યું છે તો વચ્ચે કેસમાં સીબીઆઈ તપાસની માંગણીએ જોર પકડ્યું છે. બિહાર ભાજપે એક વખત ફરીથી આખાકેસમાં સીબીઆઈ તપાસની માંગણી કરી છે.
બિહાર ભાજપના પ્રવકતા નિખિલ આનંદે કહ્યું કે ભારતના યુવા પ્રતિભાશાળી કલાકાર સુશાંત સિંહ રાજપૂતનું મુંબઇમાં શંકાસ્પદ મોત થઇ જાય છે પરંતુ મહારાષ્ટ્ર સરકારના યુવા નેતા આદિત્ય ઠાકરે કેમ ચૂપ છે? આખરે તેઓ પોતાનું મૌન તોડી એક યુવાન પક્ષમાં મહારાષ્ટ્ર સરકારને સીબીઆઈ તપાસ કરવાની ભલામણનું દબાણ કેમ કરતાં નથી.

આ વીડિયો પણ જુઓ : સુશાંતની બહેન શ્વેતાસિંહે ટ્વીટ કરી PM પાસે માગી મદદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન