નીતિશકુમાર મુદ્દે આપેલુ નિવેદન રાહુલ ગાંધી માટે બની રહ્યું છે 'આફત', જાણો શું કહ્યું હતું? - Sandesh
  • Home
  • India
  • નીતિશકુમાર મુદ્દે આપેલુ નિવેદન રાહુલ ગાંધી માટે બની રહ્યું છે ‘આફત’, જાણો શું કહ્યું હતું?

નીતિશકુમાર મુદ્દે આપેલુ નિવેદન રાહુલ ગાંધી માટે બની રહ્યું છે ‘આફત’, જાણો શું કહ્યું હતું?

 | 9:53 am IST

બિહારમાં મહાગઠબંધન તૂટ્યા બાદ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીની સાથે બિહાર કોંગ્રેસને પણ મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના નેતાઓ નીતિશકુમારથી તો નારાજ છે જ પરંતુ સાથે સાથે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે પણ એટલો જ આક્રોશ છે. ભાજપના પક્ષમાં જઈ બેઠેલા નીતિશકુમાર માટે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને આ અંગે પહેલેથી જ ખબર હતી. રાહુલ ગાંધીના આ નિવેદનથી કોંગ્રેસના જ નેતાઓમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે સવાલ કર્યો છે કે જો તેમને ખબર જ હતી તો કોંગ્રેસે કશું કર્યુ કેમ નહીં? અનેક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું રાહુલ ગાંધીને બિહાર કોંગ્રેસના નેતૃત્વએ ખોટી માહિતી આપતા કહ્યું હતું કે નીતિશકુમાર નારાજ જરૂર છે પરંતુ તેઓ એનડીએ સાથે જવા જેવું મોટું પગલું નહીં ભરે.

રાહુલ ગાંધીએ ગુરુવારે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની આકરી ટીકા કરતા તેમના ઉપર મહાગઠબંધનને દગો દેવાનો અને અંગત સ્વાર્થ માટે ભાજપ સાથે હાથ મિલાવવાના આરોપ લગાવ્યાં હતાં. રાહુલે સંસદ બહાર પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે અમને ખબર હતી કે છેલ્લા ત્રણ ચાર મહિનાઓથી શું ચાલતું હતું. ભારતીય રાજકારણની આ જ સમસ્યા છે. સત્તા અને રાજનીતિક સ્વાર્થ માટે લોકો કોઈ પણ વસ્તુ સાથે સમાધાન કરી લે છે. રાહુલનું આ નિવેદન નીતિશકુમારની શપથવિધિ બાદ આવ્યું હતું.

આ બાજુ એક ખાનગી ચેનલના અહેવાલ મુજબ એક સૂત્રએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે રાહુલ ગાંધીએ પાર્ટીના બિહાર નેતાઓની સલાહ પર કોઈ ધ્યાન અપાયું નહતું. આવા જ આરોપો રાહુલ ગાંધી પર અસમમાં પણ લાગ્યાં હતાં જ્યાં કોંગ્રેસે પોતાની સત્તા ગુમાવી પડી હતી. સૂત્રના જણાવ્યાં મુજબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચૌધરી રાહુલ ગાંધીને મળવા માટે ત્રણ દિવસ સુધી રાહ જોતા રહ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન