રાષ્ટ્રપતિ ચૂંટણીમાં BJPએ ચલાવ્યું દલિત કાર્ડ, રામનાથ કોવિંદને ઉમેદવાર જાહેર કર્યા - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • રાષ્ટ્રપતિ ચૂંટણીમાં BJPએ ચલાવ્યું દલિત કાર્ડ, રામનાથ કોવિંદને ઉમેદવાર જાહેર કર્યા

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં BJPએ ચલાવ્યું દલિત કાર્ડ, રામનાથ કોવિંદને ઉમેદવાર જાહેર કર્યા

 | 2:21 pm IST

બિહારના હાલના રાજ્યપાલ રામનાથ કોવિંદ એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે તેની જાહેરાત કરી હતી. દલિત સમુદાયમાંથી આવતા બિહારના ગર્વનર રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પત્રકાર પરિષદમાં નામની જાહેરાત કરતા અમિત શાહે કહ્યું કે, કોવિંદ વિશે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને જાણકારી આપી દેવામાં આવી છે. પાર્ટીએ ગરીબ સમાજ સાથે સંબંધ રાખનારા શખ્સને રાષ્ટ્રપતિ બનાવવાનો નિર્ણય લીધો છે. કોવિંદના નામની જાહેરાત
કરીને અમિત શાહે અને પીએમ મોદીએ રાજકીય જાણકારોને ચોંકાવી દીધા છે. આખરે રાષ્ટ્રપતિ ઉમેદવારને લઈને થઈ રહેલી રાજકીય અટકળોમાં રામનાથ કોવિંદનું નામ સામે આવી જ ગયું છે.

કોણ છે રામનાથ કોવિંદ
71 વર્ષના રામનાથ કોવિંદ કાનપુરના રહેવાસી છે. તેમનો જન્મ 1 ઓક્ટોબર, 1945ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ બિહારના ગર્વનર છે. દલિત સમાજમાંથી ઘણો સંઘર્ષ કરીને રાજકીય કારકિર્દી બનાવી છે. છેલ્લા 12 વર્ષથી રાજ્યસભાના મેમ્બર રહી ચૂક્યા છે. વિદ્યાર્થી, પછાતવર્ગ અને દલિતોના પ્રશ્નો ઉઠાવવા તેઓ અગ્રેસર રહ્યા છે. તેઓ સુપ્રિમ કોર્ટમાં વકીલ પણ રહી ચૂક્યા છે. તેઓ બીજેપીના એસસી-એસટી મોરચાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. બીજેપીમાંથી બે વખત રાજ્યસભાના મેમ્બર રહી ચૂક્યા છે. કોવિંદ ઓલ ઈન્ડિયા કોલી સમાજના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 1994માં યુપીમાંથી પહેલીવાર રાજ્યસભા સાંસદ ચૂંટાયા હતા. તેઓ અનેક સંસદીય કમિટીઓના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

આ પહેલા પાર્ટી મુખ્યાલયમં બીજેપીની સંસદીય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં રાષ્ટ્રપતિ ઈલેક્શન અને ઉમેદવાર પર લાંબી ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, સુષ્મા સ્વરાજ, વેકૈંયા નાયડુ, નીતિન ગડકરી સહિત સંસદીય બોર્ડના સદસ્યો હાજર રહ્યા હતા.

રાષ્ટ્રપતિ પદ માટે એનડીએ ઉમેદવારના નામ પર નિર્ણય લેવા માટે બીજેપી સાંસદીય બોર્ડની મહ્તત્વની બેઠકમાં લગભગ એક કલાક સુધી મંથન ચાલતું રહ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે, 28 જૂનના રોજ રાષ્ટ્રપતિ ઈલેક્શનના નોમિનેશન ફાઈલ કરવાની અંતિમ તારીખ હતી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24થી 27 જૂન સુધી 4 દિવસના અમેરિકાના પ્રવાસ પર જઈ રહ્યા છે. તેથી વડાપ્રધાની હાજરીમાં રાષ્ટ્રપતિ ઉમેદવાનું નોમિનેશન ફાઈલ થશે અને તેમાં હવે વધુ સમય બાકી રહ્યો નથી.

 રવિવારે રાષ્ટ્રપતિ ઉમેદવારના મુદ્દે એનડીએ સહયોગીઓ અને વિપક્ષી પાર્ટીઓના મત જાણી લેવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, પાર્ટીમાં આ વાતને લઈને ચર્ચા ચાલી હતી કે, કોઈ સક્રિય રાજનીતિક હસ્તીને જ દેશના આ સર્વોચ્ચ પદ માટે યોગ્ય ગણવા જોઈએ.