બિહાર સહિત આ 4 રાજયમાં 'કર-નાટક'વાળી, ભાજપને ઘેરવાની રણનીતિ પર કામ શરૂ! - Sandesh
  • Home
  • Featured
  • બિહાર સહિત આ 4 રાજયમાં ‘કર-નાટક’વાળી, ભાજપને ઘેરવાની રણનીતિ પર કામ શરૂ!

બિહાર સહિત આ 4 રાજયમાં ‘કર-નાટક’વાળી, ભાજપને ઘેરવાની રણનીતિ પર કામ શરૂ!

 | 5:28 pm IST

કર્ણાટક વિધાનસભામાં સૌથી મોટા પક્ષ તરીકે સામે આવેલ ભાજપને રાજ્યપાલ દ્વારા સરકાર બનાવા માટે અનુમતિ આપવાની ફોર્મ્યુલા પર હવે દેશના કેટલાંય રાજ્યોમાં વિપક્ષ સરકાર બનાવાનો દાવો ઠોકશે. કર્ણાટકમાં જ્યાં એક સાથે આવેલ કૉંગ્રેસ અને જેડીએસ ગવર્નરના આ નિર્ણયનો વિરોધ કરી રહી છે ત્યાં આ ફોર્મ્યુલા પર બિહાર, ગોવા બાદ હવે પૂર્વોત્તરના રાજ્યો મણિપુર અને મેઘાલયનું રાજકારણ ગરમાયું છે. ચારેય રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓ ગવર્નર સાથે મુલાકાત કરીને સરકાર બનાવાનો દાવો ઠોકશે.

બિહાર ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવેલા આરજેડી નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિધાનસભામાં પોતાના ધારાસભ્યોની પરેડ કરાવશે. આ રીતે ગોવામાં સૌથી મોટા પક્ષ તરીકે કૉંગ્રેસ દાવો રજૂ કરવા રાજ્યપાલ પાસે જશે. એટલું જ નહીં મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી ઇબોબી સિંહ અને મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમાંએ પણ પોત-પોતાના ગવર્નરને શુક્રવારનો મળવાનો સમય માંગ્યો છે. જો કે આ રાજ્યોમાં થયેલ ચૂંટણીઓમાં સૌથી મોટી પાર્ટી રહ્યા બાદ પણ તેમની સરકાર બની નથી.

તેજસ્વીએ બિહારમાં પણ કર્ણાટકના રાજકારણના હલચલના તર્જ પર ધારાસભ્યોની પરેડ કરવી અને ધરણા કરવાનો નિર્ણય કર્યો છે. તેજસ્વીએ કહ્યું કે અમે કર્ણાટકમાં લોકતંત્રની હત્યાના વિરોધમાં શુક્રવારના રોજ એક દિવસના ધરણા પર બેસશે. તેમણે કહ્યું કે અમે બિહારના રાજ્યપાલને બિહારમાં રાજ્ય સરકારના મુદ્દા પર વિચાર કરવાનું કહે છે. કર્ણાટકમાં રાજ્યપાલે સૌથી મોટા પક્ષને સરકાર બનાવા માટે બોલાવેલ જે બિહારમાં આરજેડી છે.

તેજસ્વીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, જો કર્ણાટકના રાજ્યપાલ કૉંગ્રેસ અને જેડી(એસ) ગઠબંધનની પાસે જરૂરિયાત પ્રમાણે નંબર હોવા છતાંય જો સિંગલ લાર્જેસ્ટ પાર્ટીને સરકાર બનાવા માટે આમંત્રિક કરે છે તો અમે પણ રાષ્ટ્રપતિ પાસે માંગણી કરીએ છીએ કે બિહારમાં બનેલ સરકારને બર્ખાસ્ત કરો અને રાજ્યપાલ બિહારની સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવા માટે બોલાવે.

તેજસ્વીનું ભાજપ પર નિશાન
તેજસ્વીએ કહ્યું કે ભાજપે લોકતંત્રને ખત્મ કરી દીધું છે અને ધારાસભ્યોની ખરીદીને પ્રોત્સાહન આપી રહી છે. તેજસ્વીએ લખ્યું કે ભાજપ કર્ણાટકમાં હૉર્સ ટ્રેડિંગને પ્રોત્સાહિત કરી રહી છે અને આ લોકતંત્રમાં એક ખતરનાક પરિપાટી સ્થાપિત કરી રહ્યાં છે. આ કેસમાં ચિત પણ તેમની અને પટ પણ તેમની. હેડ પણ તેમનો અને ટેલ પણ તેમનો. તેજસ્વીએ ભાજપ પર નિશાન સાંધતા લખ્યું કે ગજબ છે તેમણે લોકતંત્ર જ ગાયબ કરી દીધું છે. લોકતંત્રને મજાક બનાવી દીધું છે.

ગોવામાં કૉંગ્રેસ કરાવશે પરેડ
કર્ણાટકમાં ઉભા થયેલા ગતિરોધ બાદ ગોવામાં પણ કૉંગ્રેસ પોતાના ધારાસભ્યોની પરેટ કરાવાની છે. કૉંગ્રેસનું કહેવું છે કે ગોવામાં સૌથી મોટી પાર્ટી હોવા છતાંય કૉંગ્રેસની જગ્યાએ ભાજપને સરકાર બનાવાની તક આપવામાં આવી અને હવે કર્ણાટકમાં ભાજપની સરકાર બનાવા માટે તેનું ઉલટું કરાઇ રહ્યું છે. કૉંગ્રેસે રાજ્યપાલ પાસે મળવાનો સમય પણ માંગ્યો છે.

ગોવામાં કૉંગ્રેસ નેતા યતીશ નાઇકે કહ્યું કે 2017માં અમે 17 સીટો જીતી અને રાજ્યમાં સૌથી મોટો પક્ષ છીએ પરંતુ સરકારે 13 સીટો જીતનાર ભાજપને સરકાર બનાવાનું આમંત્રા આપ્યું. કર્ણાટકમાં રાજ્યપાલે સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર બનાવા માટે બોલાવી છે આથી અમે અહીં પણ રાજ્યપાલ પાસેથી કૉંગ્રેસને બોલાવાની અપીલ કરીશું.

કર્ણાટકના તર્જ પર રખાશે માંગ
આપને જણાવી દઇ કે ગોવામાં સૌથી વધુ સીટો કૉંગ્રેસને મળવા છતાંય ભાજપ બાકી પક્ષોની સાથે સાઠ-ગાંઠ કરી સરકાર બનાવામાં સફળ રહી હતી. ગોવાના રાજ્યપાલે પણ કૉંગ્રેસની જગ્યાએ બાકી પક્ષોના ધારાસભ્યોની સાથે આવેલ ભાજપને સરકાર બનાવાની તક આપી હતી. હવે કૉંગ્રેસ અહીં કર્ણાટકના તર્જ પર દાવો રજૂ કરવા જઇ રહી છે.