Bihar Mahagathbandhan Announced Its Seat Sharing Pact For 40 Lok Sabha Constituencies
  • Home
  • Election 2019
  • બિહાર મહાગઠબંધનમાં બેઠકોની ફાળવણી, કોંગ્રેસ પરાણે હઠરાગ છોડી RJDના ખોળામાં બેઠી

બિહાર મહાગઠબંધનમાં બેઠકોની ફાળવણી, કોંગ્રેસ પરાણે હઠરાગ છોડી RJDના ખોળામાં બેઠી

 | 5:35 pm IST

લોકસભાની ચૂંટણીએને લઈને બિહાર મહાગઠબંધનમાં બેઠકોની ફાળવણી થઈ ગઈ છે. બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) 20 બેઠકો પરથી ચૂંટણી લડશે, તો કોંગ્રેસને 9 બેઠકો ફાળવવામાં આવી છે. રાષ્ટ્રીય જનતા દળના પ્રવક્તા મનોજ ઝાએ જણાવ્યું હતું કે, પ્રેસ કોન્ફરન્સ પહેલા એક બેઠક થઈ હતી. આ બેઠકમાં તેજસ્વી યાદવ, શરદ યાદવ, જીતન રામ માંઝી સહિતના અનેક નેતાઓ શામેલ હતાં.

મહાગઠબંધનમાં બિહારનીએ 40 લોકસભા બેઠકોમાં આરજેડીને 20 તો છેલ્લે સુધી 11 બેઠકોની માંગણી પર અડેલી કોંગ્રેસ 9 બેઠકો લઈને માની ગઈ છે. આ ઉપરાંત ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી RLSPને 5, જતીનરામ માંઝીની પાર્ટી ‘હમ’ને 3 અને સન ઓફ મલ્લાહ મુકેશ સહનીની વીઆઈપીએને 3 બેઠકો ફાળવવામાં આવી છે.

https://twitter.com/ANI/status/1109047168567033856

ગયા બેઠક પરથી હિંદુસ્તાન અવામ મોર્ચાના જીતન રામ માંઝીને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. જ્યારે નવાદામાં આરજેડી તરફથી વિભા દેવીને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. જમુઈ લોકસભા બેઠક પરથી આરએલએસપીના ભૂદેવ ચૌધરીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો ઔરંગાબાદથી હિંદુસ્તાન અવામ મોરચાના ઉમેદવાર ઉપ્રેન્દ્ર પ્રસાદને ટિકીટ આપવામાં આવી છે.

સીપીઆઈ માલેને રાજદના કોટામાંથી એક બેઠક ફાળવવામાં આવી છે. બેઠકોની ફાળવણી અગાઉ રાજદના નેતા મનોજ ઝાએ કહ્યું હતું કે, અમે બંધારણ માટે લડી રહ્યાં છીએ. આ દેશના અંતિમ વ્યક્તિ માટે લડી રહ્યાં છીએ. માટે અમે સૌએ પોતપોતાની બેઠકો ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત્ત મહાગઠબંધનમાં સીપીઆઈ એમએલને પણ શામેલ કરવામાં આવ્યું છે અને અમે પહેલીવાર તેમણે એક સીટ આપી છે.

વિધાનસભા પેટાચૂંટણીના આ ઉમેદવારો

બિહારની 2 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. અહીં નવાદાથી હિંદુસ્તાન અવામ મોર્ચાના ધીરેન્દ્ર કુમાર સિંહ અને ડેહરીથી આરજેડીના ઉમેરવાર મોહમ્મદ ફિરોઝ હુસૈન ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન