bihar man killed in kashmir jitan ram manjhi tweets
  • Home
  • India
  • બિહારીઓને કાશ્મીર સોંપી દો, 15 દિવસમાં સુધરી જશે: જીતનરામ માંઝી

બિહારીઓને કાશ્મીર સોંપી દો, 15 દિવસમાં સુધરી જશે: જીતનરામ માંઝી

 | 10:20 am IST
  • Share

  • બિહારના પૂર્વ CM જીતનરામ માંઝીએ ટ્વીટ કરી આક્રોશ ઠાલવ્યો
  • કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા બિહારના બે મજૂરોની હત્યા
  • કાશ્મીરની જવાબદારી બિહારના લોકોને આપો: જીતનરામ માંઝી

બિહારના પૂર્વ CM જીતનરામ માંઝીએ (Jitan Ram Manjhi) જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા બહારના લોકોના ‘ટાર્ગેટ કિલિંગ’ પર ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું છે કે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરની જવાબદારી બિહારના લોકોને આપવી જોઈએ તેઓ 15 દિવસમાં પરિસ્થિતિમાં સુધારો લાવશે.

જમ્મુ-કાશ્મીરમાં ભારત સરકારે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવ્યા બાદ મોટી સંખ્યામાં આતંકવાદીઓનો સફાયો થઇ જતાં પાકિસ્તાન અને તેના દ્વારા પ્રાયોજિત આતંકી આકાઓએ કાશ્મીરમાં હવે કાયરતાપૂર્ણ રીતે બિનકાશ્મીરીઓ અને બિનમુસ્લિમોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.

આતંકવાદીઓએ સતત બીજા દિવસે રવિવારે સાંજે કાશ્મીરના કુલગામ જિલ્લાના વનપોહ વિસ્તારમાં બિહારના 3 શ્રમિકોને ગોળી મારી દેતાં બેનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે ઘાયલ ચુનચુન રિષી દેવને અનંતનાગની મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરાયો હતો.

જમ્મુ-કાશ્મીરમાં સેનાના આતંક વિરોધી ઓપરેશનથી હતાશ થઈને આતંકવાદીઓ એક પછી એક બિન-કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યા છે. રવિવારે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા બિહારના બે મજૂરોની હત્યા કરવામાં આવી હતી. મૃતકોની ઓળખ રાજા અને જોગિન્દર તરીકે થઈ છે, જે બંને બિહારના રહેવાસી છે.

કાશ્મીરમાં આપણા નિશસ્ત્ર બિહારી ભાઈઓની સતત હત્યા થઈ રહી છે જેના કારણે ખુબ દુ:ખ થાય છે. જો પરિસ્થિતિમાં કોઈ ફેરફાર ન થાય, તો હું પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહને વિનંતી કરૂ છુ કે અમારા બિહારીઓ પર કાશ્મીર સુધારવાની જવાબદારી છોડી દો, 15 દિવસમાં તમને પરિણામ મળી જશે.

CM નીતીશ કુમારે પણ બિહારના લોકો પર કાશ્મીરમાં થયેલા હુમલા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે રાજ્યના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે પણ વાત કરી હતી. આ સિવાય મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો