bihar samastipur bhojpuri actor mithlesh paswan death
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફિલ્મ જગતમાં ચકચાર મચી ગઈ, ધોળા દિવસે આ અભિનેતાને ગોળી ધરબી દેતાં થયું મોત

ફિલ્મ જગતમાં ચકચાર મચી ગઈ, ધોળા દિવસે આ અભિનેતાને ગોળી ધરબી દેતાં થયું મોત

 | 12:30 pm IST

રેપની ઘટનાઓ સાથે સાથે હવે હત્યાની ઘટના પણ વધતી જાય છે. દેશભરમાં હાહાકાર મચાવનારી રેપની અને હત્યાની ઘટનાઓની રોક વિરુદ્ધ લોકો પણ સરકાર પર રોષે ભરાયા છે. હવે સેલેબ્સ પણ આવી ઘટનાઓનો ભોગ બની રહ્યા છે. સમસ્તીપુર જિલ્લામાં મંગળવારે ગુનેગારોએ ધોળા દિવસે ભોજપુરી ફિલ્મના એક અભિનેતાને ગોળી મારીને હત્યા કરી દીધી.

આવી દુર્ઘટના સમસ્તીપુર જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. જે લોકોએ આ ઘટના જોઈ એણે તરત જ પોલીસને ઘટનાની જાણ કરી અને તાત્કાલિક લોહીથી લથબથ અભિનેતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ કહ્યું કે આ માત્ર બોડી છે એમાં જીવ નથી રહ્યો.

ભોજપુરી અભિનેતા મિથિલેશ પાસવાન મંગળવારે તેની બુલેટ પર સવાર થઈને મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના આધારપુર ગામ જવા નીકળ્યો હતો. તે આધારપુર પંચાયતના ખાદી ભંડાર ચોક પાસે પહોંચ્યો હતો કે બાઇક પર સવાર કેટલાક લુખ્ખા તત્વોએ તેને ઓવરટેક કરીને તેની અટકાયત કરી હતી. પછી થોડા સમય સુધી બાઇક સવાર અને મિથલેશ વચ્ચે બોલાચાલી થઈ. વાતચીત દરમિયાન મિથલેશ ઉપર અચાનક જ એક શખ્સે ફાયરિંગ કર્યું.

ગોળી સીધી એક્ટરની છાતી પર જ લાગી. ગોળી લાગતા તે જમીન પર પડી ગયો અને બાઈક પર સવાર લુખ્ખાઓ ત્યાંથી ભાગી ગયા. આસપાસના લોકો દોડીને અભિનેતા પાસે પહોંચ્યા. તરત જ પોલીસને ઘટના વિશેની તમામ સુચના આપી અને મિથલેશને સારવાર માટે સમસ્તીપુર સદર હોસ્પિટલ ખેસડવામાં આવ્યો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે હત્યા કેમ અને કોણે કરી તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ વીડિયો પણ જુઓ: પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી પુસ્તકો ગાયબ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન