ગજબના લગ્ન: ચોરીમાં ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો વરરાજા, જુઓ VIDEO - Sandesh
NIFTY 10,526.20 -22.50  |  SENSEX 34,331.68 +-63.38  |  USD 65.6600 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ગજબના લગ્ન: ચોરીમાં ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો વરરાજા, જુઓ VIDEO

ગજબના લગ્ન: ચોરીમાં ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો વરરાજા, જુઓ VIDEO

 | 6:19 pm IST

બિહારમાં વરનું અપહરણ કરી લગ્ન કરવાની પરંપરા બહુ જૂની છે. લગ્નની સીઝન શરૂ થતાં જ આ પ્રથા પોલીસ માટે માથાનો દુખાવો બની જાય છે. આવો જ એક કિસ્સો પાટનગર પટનામાં સામે આવ્યો છે, જ્યાં મિત્રના લગ્નમાં ગયેલ એક એન્જિનિયરની હથિયારોના બળ પર બંધક બનાવીને લગ્ન કરાવામાં આવ્યા. વરરાજા વિનોદ કરગરતો રહ્યો અને તેને જબરદસ્તી તૈયાર કરીને મંડપમાં બેસાડી દીધો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ ઘટના ત્રણ ડિસેમ્બરના રોજ બની છે. જુનિયર એન્જિનિયર વિનોદ પોતાના મિત્રના લગ્નમાં સામેલ થવા માટે મોકામા ગયો હતો. આ દરમ્યાન એક વ્યક્તિએ નેતાની પેરવી કરાવીને વિનોદને મનમાં ટ્રાન્સફરની લાલચ જગાવી. વિનોદ તેની સાથે નેતાને મળવા ગયો. તે જેવો એક ઘરમાં ગયો કેટલાંક લોકોએ તેના પકડી લીધો અને મારવાનું શરૂ કરી દીધું. તમામ પિસ્તોલ અને બંદૂક સાથે હતા. વિનોદને દોરડાથી બાંધી રાખ્યો.

વરરાજાના માથા પર જબરદસ્તી પાઘડી બાધી અને તેના હાથ-પગમાં નેઇલ-પૉલિસ લગાવી. વિનોદ કહેતો કહ્યો કે મને મારી નાંખો પણ મારા લગ્ન ના કરાવો પરંતુ કોઇને તેના પર દયા આવી નહીં. છોકરીના ઘરવાળા અને આરોપી સુરેન્દ્ર યાદવ એ તેને કહ્યું કે તને ફાંસીના માંચડે નથી ચઢાવી રહ્યાં. એક કરોડથી પણ વધુ લગ્ન આ રીતે જ થયા છે અને તમારા લગ્ન પણ થઇ જશે તો શું મોટો પહાડ તૂટી પડશે.