Bike drivers beware, Thieves are blowing bag from a moving vehicle video
  • Home
  • Featured
  • બાઇક ચાલકો ચેતીને હાંકજો, હવે ચાલતી ગાડીમાંથી આવી રીતે ચોર કરી રહ્યા છે ચોરી, જુઓ Video

બાઇક ચાલકો ચેતીને હાંકજો, હવે ચાલતી ગાડીમાંથી આવી રીતે ચોર કરી રહ્યા છે ચોરી, જુઓ Video

 | 9:00 am IST

દિલ્હીમાં ચોરોએ ચોરી કરવાનો નવો ફોર્મુલ્લા શોધી નીકાળ્યો છે. ચોર હવે ચાલતી બાઇકથી સામાન ચોરી કરી રહ્યા છે. આ વીડિયોને જોઇને તમે પણ હેરાન રહી જશો. તમને ખબર પણ નહી પડે અને તને તમારો સામાન ચોરી થઇ જશે. દિલ્હીના ઉત્તમ નગરની આ ઘટના દરેક લોકો હેરાન છે. સીસીટીવીમાં જોઇ શકો છો કે ચોર કેવી રીતે ચાલુ ગાડી પર જતા લોકોના બેગની ચેઇન ખોલીને સામાન નીકાળવાની કોશિશ કરી રહ્યા છે.

આ વીડિયો ઉત્તમ નગરના આર્ય સમાજ રોડનો છે. આ રોડ પર ખૂબ ટ્રાફિક હોય છે. જેનો ફાયદો ચોરોને મળી રહ્યો છે. વીડીયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ બાઇક ચલાવી રહ્યો છે અને તેને બેગ લટકાવ્યું છે પાછળથી ચોર આવે છે અને તેની બેગની ચેઇન ખોલીને સામાન ચોરી લીધો તેના કેટલાક સાથી તેની પાસે ઉભા છે અને જોઇ રહ્યા છે. ચોરી કર્યા બાદ તે મિત્રો સાથે ઉભો થઇ જાય છે અને વ્યક્તિ નીકળી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન