Bike Rider Robbed rs 4 lakh at Kheda in Gujarat
  • Home
  • Gujarat
  • બાઈક પર આવેલ શખ્સોએ વૃદ્ધ પાસેથી 4 લાખ લૂંટ્યા, લૂંટારુ સીસીટીવીમાં થયા કેદ

બાઈક પર આવેલ શખ્સોએ વૃદ્ધ પાસેથી 4 લાખ લૂંટ્યા, લૂંટારુ સીસીટીવીમાં થયા કેદ

 | 9:58 pm IST

ખેડાના નડિયાદમાં લૂંટની ઘટના સામે આવી છે. નડિયાદના કોલેજ રોડ પર બાઈક સવાર બે શખ્સો બેંકમાંથી નાણાં ઉપાડીને જઈ રહેલા વૃદ્ધ પાસેથી રૂપિયા 4 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. વૃદ્ધ પાસે રહેલા બેગમાં રૂપિયા 4 લાખ તેમજ પાસબૂક સહિતના જરૂરી ડોક્યુમેન્ટ હતા.

જોકે લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. લૂંટના બનાવને પગલે શહેર પોલીસ તેમજ LCBની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.