ટીવી કલાકાર રૂપાલી ગાંગુલી પર વર્સોવામાં બાઇકર્સનો હુમલો - Sandesh
  • Home
  • Mumbai
  • ટીવી કલાકાર રૂપાલી ગાંગુલી પર વર્સોવામાં બાઇકર્સનો હુમલો

ટીવી કલાકાર રૂપાલી ગાંગુલી પર વર્સોવામાં બાઇકર્સનો હુમલો

 | 8:10 am IST

ટીવી કલાકાર રૂપાલી ગાંગુલી પર શનિવારે સવારે બાઇકર્સે હુમલો કર્યો હતો. આ ઘટના મુંબઈના વર્સોવા ખાતે આવેલા ભારતનગર જંક્શન પર બની હતી. હુમલામાં રૂપાલીને અનેક ઠેકાણે ગંભીર ઈજા થઈ છે. રૂપાલીની ફરિયાદ પછી પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓને પકડી લીધા હતા. આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે.

જાણકારી પ્રમાણે ટીવી એક્ટર રૂપાલી ગાંગુલી વર્સોવામાં પોતાના ચાર વર્ષના પુત્રને સ્કૂલમાં મૂકવા જઈ રહી હતી. દરમિયાન બે યુવક તેની પાસે પહોંચી ગયા અને કાર રોકી કોઈ વાતે રૂપાલી સાથે ઝઘડવા લાગ્યા.

કહેવાય છે કે બે યુવકોએ કારનો કાચ તોડી રૂપાલી પર હુમલો કર્યો, તેને કારણે રૂપાલીને ગંભીર ઈજા થઈ છે. મામલાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે હુમલો કરવાના આરોપમાં બે શખસની અટક કરી લીધી હતી અને પૂછતાછ શરૂ કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન