સિંહોની પાછળ બાઈક દોડાવી વિકૃત આનંદ મેળવનાર 3 આરોપીઓની ધરપકડ - Sandesh
  • Home
  • Gujarat
  • સિંહોની પાછળ બાઈક દોડાવી વિકૃત આનંદ મેળવનાર 3 આરોપીઓની ધરપકડ

સિંહોની પાછળ બાઈક દોડાવી વિકૃત આનંદ મેળવનાર 3 આરોપીઓની ધરપકડ

 | 4:54 pm IST

ગીરમાં એકાદ-બે દિવસથી સિંહ કપલની પાછળ ચાર બાઈક દોડાવી તેને હેરાન પરેશાન કરી વિકૃત આનંદ લૂંટવામાં આવતો હોવાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. જેના આધારે વનવિભાગે ગુપ્ત રાહે તપાસ હાથ ધરી હતી જેમાં  વિકૃત આનંદ મેળવનાર ત્રણ આરોપીને વનવિભાગે પકડી પાડ્યા છે. આજે આ ત્રણેય ને જુનાગઢ વન વિભાગ માં લાવ્યા હતા.

અંદાજે સાત મહિના પહેલા વિસાવદર નજીક બદક રોડ પર સિંહની પાછળ ગાડી દોડાવી પજવણીનો વિડીયો વાયરલ થયા બાદ આરોપીઓ પકડવામાં વનવિભાગને સફળતા મળી હતી. આ બનાવ બાદ અમરેલીના રાજુલા, ખાંભા, અથવા ગીર પૂર્વના ધારી વિસ્તારમાં ચાર બાઈક સવાર યુવાનોએ ખેતરમાં અથવા તો જંગલ વિસ્તારમાં વિહરી રહેલા સિંહ કપલની પાછળ બાઈક દોડાવી સિંહને ખૂલ્લા પટ વિસ્તારમાં આમ તેમ દોડાવવામાં આવી રહ્યા છે. ચાર પૈકી એક બાઈકવાળા યુવાનો સમગ્ર બનાવનુ શુટીંગ કરી રહ્યાં હોય અને તેમાં ગાળો બોલી સિંહોની પજવણી કરી લીધા બાદ હવે રહેવા દે, રહેવા દે.. તેવુ બોલતા હોવાનું વિડીયો કલીપમાં છે.

34 સેકન્ડની વિડીયો કલીપ બાબતે વનવિભાગના સીસીએફ ડો.એ.પી.સીંગે જણાવ્યું હતુ કે આ વિડીયો બે દિવસથી અમારી પાસે આવી ગયો છે. અમોએ આ સમગ્ર પજવણી મામલે ગુપ્તરાહે તપાસ હાથ ધરી દીધી છે.