Bill Gates announces that India will have the largest mRNA factories until the next epidemic
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • બિલ ગેટ્સનું એલાન, આગામી મહામારી સુધી ભારતમાં હશે સૌથી વિશાળ mRNAની ફેક્ટરીઓ

બિલ ગેટ્સનું એલાન, આગામી મહામારી સુધી ભારતમાં હશે સૌથી વિશાળ mRNAની ફેક્ટરીઓ

 | 2:59 pm IST
  • Share

કોવિડ-19 ડેલ્ટા વેરિઅન્ટ દુનિયા માટે 2022 સુધી મુશ્કેલી વધારશે. આ વાત માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલર ગેટ્સએ કહી છે. ગેટ્સએ એક મીડિયા હાઉસને આપેલા ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં ઘણા મુદ્દાઓ પર વાતચીત કરી.

બિલ ગેટ્સે ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, દરેક વ્યક્તિ ડેલ્ટા વેરિઅન્ટ અને તેના ટ્રાંસમિશનથી આશ્ચર્યચકિત છે. સૌથી પહેલા આ વેરિઅન્ટ ભારતમાં મળી આવેલો અને દુર્ભાગ્યવશ અહીંયા જ કોરોનાના કેસ વધી ગયા હતા. જોકે હવે મામલા ઘટી રહ્યા છે. પરંતુ હવે આપણે વધારે પ્રમાણમાં રસીકરણ કરવું પડશે. બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશનને એ વાતનો ગર્વ છે કે, 2020માં 30 કરોડ ડૉલર સીરમ ઇન્સ્ટીટ્યૂટને આપ્યા. કંપનીએ વેક્સિન પ્રોડક્શન વધારવા અને રેકોર્ડ સંખ્યામાં વેક્સિન બનાવવા માટે તેનો ખુબ જ સારી રીતે ઉપયોગ કર્યો. હવે અમે વધુ મદદ કરવા ઇચ્છીએ છીએ. ડેલ્ટા વેરિઅન્ટ સૌથી ખરાબ વેરિઅન્ટ છે અને કદાચ તેના કેસ 2022માં પણ હશે. ડેલ્ટાના કારણે આપણે 2022 સુધી કોરોના મુક્ત દુનિયાનું લક્ષ્ય ચૂકી જઇશું.

બિલ ગેટ્સે ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, દુનિયા મહામારીની સંવેદનશીલતાને સમજી ગઇ છે. માટે મોટી સંખ્યામાં નવા ટૂલ્સનું રિસર્ચ અને ઇનોવેશન થશે. ડાયગ્નોસ્ટિક્સ અને થેરેપેટિક્સને સારૂ બનાવવાની દિશામાં કામ કરવામાં આવશે. આપણું લક્ષ્ય હોવું જોઇએ કે આપણી પાસે એટલી ફેક્ટરીઓની કેપેસિટી હોય કે માત્ર 200 દિવસની અંદર આખી દુનિયા માટે પર્યાપ્ત વેક્સિન બનાવી શકીએ. જો એવું પૂછવામાં આવે કે આ આગામી મહામારી માટે તૈયારી છે અને તેનાથી પણ ફાયદો થશે તો જવાબ છે હાં. અમે જર્મનીની કંપની સાથે મળીને એક એમઆરએનએ પ્લેટફોર્મ વિક્સિત કરી રહ્યા છીએ જેથી એમઆરએનએ ટેક્નોલોડીની મદદથી એક એચઆઇવી વેક્સિન બનાવી શકાય. આપણી પાસે મેલેરિયાની વેક્સિન છે. અમારૂ માનવું છે કે, અમે ખુબ જ ઓછી કિંમતની ફ્લૂ વેક્સિન બનાવીએ અને આખી દુનિયામાં ફ્લૂનું લેવલ નીચે લીવી શકીએ. મને આશા છે કે, તમામ દેશ આ ક્ષેત્રોમાં પોતાની રિસર્ચ વધારશે. અમે અમેરિકા. યૂરોપ અને બ્રિટેનની સાથે તેમના રિસર્ચ બજેટ પર કામ કરી રહ્યા છીએ. આશા રાખુ છું કે ભારત પણ અમારી સાથે જોડાશે.

ભારતમાં વેક્સિન બનાવવાની પ્રગતિને લઇ તમારા શું વિચાર છે?

દુનિયાની મોટા ભાગની લો કોસ્ટ વેક્સિન ભારતમાં બની છે. આ વેક્સિને લાખો જિંદગીઓ બચાવી છે, જેના કારણે સીરમ, બાયોઇ, ભારત બાયોટેકની સાથે અમારી પાર્ટનરશિપ છે. ગત વર્ષે અમે સીરમ સાથે એસ્ટ્રોજેનેકા અને નોવાવૈક્સ વેક્સિન બંન્નેને લઇ વાતચીત કરી હતી કે, કંપની એસ્ટ્રાજેનેકા વેક્સિનને બનાવવાની દિશામાં સારૂ કામ કરશે. આ પ્રકારે બાયોઇ અને જોનસન એન્ડ જોનસન વચ્ચે વાતચીત કરાવાઇ હતી. હવે જોનસન એન્ડ જોનસનની વેક્સિનના પ્રોડક્શન પર નજર છે, જે આ વર્ષના અંતમાં અથવા આગામી વર્ષની શરૂઆતમાં થશે. ભારત બાયોટેકે આઇસીએમઆરની સાથે મળી વેક્સિન બનાવી અને ન માત્ર ભારત પરંતુ સમગ્ર દુનિયામાં સસ્તી વેક્સિન મળી.

ગત ઘણા વર્ષોમાં ગેટ્સ ફાઉન્ડેશન અને ભારત સરકાર વચ્ચે ભાગીદારી થઇ છે. સાથે જ ભારત અને સમગ્ર દુનિયામાં સસ્તી, હાઇ ક્વોલિટી વેક્સિન ઉપલબ્ધ કરાવા માટે ગેટ્સ ફાઉન્ડેશને ભારતીય વેક્સિન મેન્યુફેક્ચરિંગની સાથે ભાગીદારી કરેલી છે. કોવિડ-19 વિરૂદ્ધની જંગમાં ભારતને આગળ વધતા જોવું અને લાખો લોકોની જિંદગી બચાવનારી સુરક્ષિત તથા સસ્તી વેક્સિન વિક્સિત કરતા જોવું ઉત્સાહજનક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન