Bill Gates explains why he is not trying to escape planet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સ્પેસની રેસથી તમે કેમ દૂર છો? બિલ ગેટસે આપ્યો અનોખા અંદાજમાં જવાબ

સ્પેસની રેસથી તમે કેમ દૂર છો? બિલ ગેટસે આપ્યો અનોખા અંદાજમાં જવાબ

 | 3:19 pm IST
  • Share

  • દુનિયાના કેટલાંક ધનિક વ્યક્તિઓની સ્પેસમાં રેસ
  • અબજોપતિ જેફ બેજોસ, એલન મસ્ક, અને રિચર્ડ બ્રેન્સનની સ્પેસમાં રેસ જામી
  • પૃથ્વી પર બીમારીઓના મૂળને મટાડવામાં વધુ દિલચસ્પી: બિલ ગેટ્સ

પૃથ્વી પર અત્યારે એક રેસ જામી છે. આ રેસ અંતરિક્ષમાં સૌથી પહેલાં અને સૌથી સફળ પોતાની હાજરી નોંધાવાની છે. તેમાં દુનિયાના કેટલાંક ધનિક વ્યક્તિઓએ રીતસરની હોડ જમાવી દીધી છે. અબજોપતિ બિઝનેસમેન જેફ બેજોસ, એલન મસ્ક, અને રિચર્ડ બ્રેન્સનનું લક્ષય સ્પેસ ટૂરિઝમ અને પૃથ્વીની બહાર જીવનના વિકલ્પને અસ્તિત્વમાં લાવાનું છે. એક સમયે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ રહી ચૂકેલા બિલ ગેટસ આ રેસથી દૂર છે. તો પ્રશ્ન એ છે કે માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સની સ્પેસમાં દિલચસ્પી નથી? તેઓ અંતરિક્ષની આ દોડ અંગે શું વિચારી રહ્યા છે?

સ્પેસની જગ્યાએ બીમારીઓમાં દિલચસ્પી

બિલ ગેટસને અમેરિકન ટોક શો ‘Late Late Show with James Corden’ મા બિલ ગેટ્સે દુનિયાના ત્રણ બિલિયોનર્સના સ્પેસ પ્રોજેક્ટ પર પોતાની સ્ટાઇલમાં ટિપ્પણી કરી. શોના હોસ્ટ જેમ્સ કોર્ડને તેને દુનિયાના ધનિકો દ્વારા સ્પેસમાં રોકાણ પર પ્રશ્ન પૂછયો. તેના પર ગેટ્સે કહ્યું કે તેઓ સ્પેસની જગ્યાએ પૃથ્વી પર બીમારીઓના મૂળને મટાડવામાં વધુ દિલચસ્પી ધરાવે છે.

કોર્ડને ઇન્ટરવ્યુની શરૂઆતમાં ગેટ્સને પરિચય કરાવતા કહ્યું કે એક અબજોપતિ જે અત્યારે અંતરિક્ષ યાન પર સવાર થઇ પૃથ્વી પરથી ભાગવાની કોશિશ કરી રહ્યા નથી તેના માટે ધન્યવાદ. ગેટ્સે પૂછયું કે આજકાલ બિલિયોનર્સમાં અંતરિક્ષ યાત્રાને લઇ આટલું ‘ઝૂનુન’ કેમ છે? ગેટસે કહ્યું કે મને ખબર નથી. મારું ધ્યાન મેલેરિયા અને HIV જેવી બીમારીઓ અને તેને મૂળમાંથી મટાડવાના ઉપાયો પર છે. હું પાર્ટીઓમાં લોકોને બીમારીઓ અંગે વાત કરીને બોર કરું છું.

પૃથ્વી પર કરવા જેવુ ઘણુ બધુ

ગેટ્સે જવાબ આપ્યો કે સ્પેસ? આપણી પાસે પૃથ્વી પર કરવા જેવું ઘણું બધું છે. બિલગેટ્સે પર્યાવરણના સંકટ પર વિસ્તારથી વાત કરી. આ પહેલી વખત નથી બન્યું જ્યારે બિલ ગેટ્સે અંતરિક્ષના ઝુનૂન પર ચુટકી લીધી હોય. ફેબ્રુઆરીમાં બુક લોન્ચિંગ દરમ્યાન એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તેઓ ટેસ્લાના સીઇઓ અને સ્પેસએક્સના માલિક એલન મસ્કની વિપરિત સ્પેસની જગ્યાએ પૃથ્વી પરના હાલના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો