Bin Sachivalay Exam scam, government still not take any action
  • Home
  • Featured
  • બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ: વિદ્યાર્થીઓની રજૂઆત મામલે સાંસદો વામણાં, કાર્યવાહીના નામે મીંડુ

બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ: વિદ્યાર્થીઓની રજૂઆત મામલે સાંસદો વામણાં, કાર્યવાહીના નામે મીંડુ

 | 2:00 pm IST

બિનસચિવાયલ પરીક્ષા ભરતી કૌભાંડને લઈ રાજ્યભરમાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો થતા હવે મામલો ગરમાયો છે. પરીક્ષાર્થીઓ જે સેન્ટરમાં ગેરરીતિ થઈ છે ત્યાં પરીક્ષા રદ કરવાની માગ કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓ મારફતે પરીક્ષામાં ગોલમાલ થયા હોવાના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ સરકાર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી નથી.

વિદ્યાર્થીઓ પોતાની ફરિયાદ લઈ ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે પણ પહોંચ્યા હતા. અલગ-અલગ સેન્ટર પર ગેરરીતિ થઈ હોવાના પૂરાવા સાથે વિદ્યાર્થીઓ ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે ગયા હતા. પરંતુ ત્યાં વિદ્યાર્થીઓ પહેલા પોલીસ બંદોબસ્ત નજરે આવ્યો હતો. વિદ્યાર્થીઓએ પુરાવા આપ્યા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી.

વિદ્યાર્થીઓની રજૂઆત મામલે સાંસદો વામણાં થયા છે. દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓના મામલે સાંસદો અવાજ નથી ઉપાડતા. બીજા અન્ય મુદ્દાઓનો સાંસદોને દેખાય છે પરંતુ વિદ્યાર્થીઓની સમસ્યા તેમને કેમ દેખાતી નથી તે પણ એક મોટો સવાલ છે. જોકે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા વર્ગખંડમાં ગેરરીતિ થયા હોવાના CCTV ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે. આ કારણે હવે રાજ્યની રાજનીતિ ગરમાઈ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે જ્યાં સુધી સરકાર વિદ્યાર્થીઓને ન્યાય નહીં આપે ત્યાં સુધી કોંગ્રેસ આંદોલન કરશે. જોકે હવે જોવા જેવું છે કે સરકાર આ અંગે શું કાર્યવાહી કરે છે અને ક્યારે કરશે.

આ વીડિયો પણ જુઓ: કેવી રીતે ભેરવવામાં આવે છે શાકભાજીમાં ઝેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન