ગુજરાતમાં 1.27 કરોડ રેશનકાર્ડનો બાયોમેટ્રિક ડેટા થયો લીક - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં 1.27 કરોડ રેશનકાર્ડનો બાયોમેટ્રિક ડેટા થયો લીક

ગુજરાતમાં 1.27 કરોડ રેશનકાર્ડનો બાયોમેટ્રિક ડેટા થયો લીક

 | 1:32 pm IST
  • Share

ગુજરાતમાં 1.27 કરોડ રેશનકાર્ડધારકોના ડેટા લીક થયો હોવાનું ખુલવના પામ્યું છે. પાયરેટેડ સોફ્ટવેરને પગલે લીક થયેલા આ ડેટાનું રેશનના દુકાનદારોએ  ડેટા તૈયાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. રાશન વેચાણકારો દ્વારા લીક થયેલા ફિંગરપ્રિન્ટ અપલોડ કરી અનાજ બારોબાર સગેવગે થાય છે. ગોપનીય ડેટા લીક કરી કરોડો રૂપિયાનું અનાજ કૌભાંડ રાજ્યમાં ચાલી રહ્યું છે.

ગુજરાતમાં રેશનકાર્ડ અને નકલી રાશનકાર્ડની બૂમ પડવી શરૂ થયા પછી વર્ષ 2012 બાદ બાયોમેટ્રિક રેશનકાર્ડનું ચલણ શરૂ કરાયું. આ ચલણમાં કરોડો કાર્ડધારકોની ફિંગરપ્રિન્ટ લેવાઇ હતી. સસ્તી ચીજવસ્તુઓ લેવા માટે પોતાની ફિંગપ્રિન્ટ આપવી ફરજીયાત બનાવાયી હતી. રેશનના દુકાનદારોએ લીક થયેલા આ ડેટાનું પાયરેટેડ સોફ્ટવેર બનાવાયું હતું. આ ડેટા ધરાવતું પાયરેટેડ સોફ્ટવેર માત્ર રૂ.25 હજારમાં બઝારમાં મળે છે. આ ડેટાની હેરાફેરી થકી ડેટાનો અન્યત્ર ઉપયોગ થાય તો મોટી આફત સર્જાઈ શકે તેમ છે. આમછતાં આ મામલે દુર્લક્ષ્ય સેવવામાં આવી રહ્યું છે.

માત્ર ગુજરાતમાંથી જ 1.27 કરોડ રેશનકાર્ડના બાયોમેટ્રિક ડેટા લીક કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન