Bipasha Basu Had Dated Six Actors Before Marriage With karansingh
  • Home
  • Entertainment
  • Bollywood
  • લગ્ન પહેલા સૈફ અલી ખાન સહિત 6 એક્ટરને ડેટ કરી ચુકી છે 40 વર્ષની આ અભિનેત્રી

લગ્ન પહેલા સૈફ અલી ખાન સહિત 6 એક્ટરને ડેટ કરી ચુકી છે 40 વર્ષની આ અભિનેત્રી

 | 12:48 pm IST

2 વર્ષથી બોલીવુડથી દૂર બિપાશા બસુ પતિ કરણ સિંહ ગ્રોવર સાતે પોતાના લગ્નજીવનને એન્જૉય કરી રહી છે. બિપાશા છેલ્લે ‘અલોન’ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે કરણ સિંહ ગ્રોવર સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બાદ બિપાશાની એકપણ ફિલ્મ રીલીઝ નથી થઈ. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે બિપાશા વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘આદત’થી કમબેક કરશે. કહેવામાં આવે છે કે આ ફિલ્મમાં તેની સાથે પતિ કરણસિંહ ગ્રોવર જ હશે. લગ્ન પહેલા બિપાશા બોલીવુડનાં 6 એક્ટરને ડેટ કરી ચુકી છે.

View this post on Instagram

Good morning ❤️ #monkeylove

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on

 બિપાશાનો પહેલો પ્રેમ મિલિંદ સોમન હતો

બિપાશા બસુ સુપરમૉડલ રહી ચુકેલા મિલિંદ સોમનને ડેટ કરી ચુકી છે. બિપાશાનો પહેલો પ્રેમ મિલિંદ જ હતો. કહેવામાં આવે છે કે બિપાશા અને મિલિંદની મુલાકાત મૉડલિંગ દરમિયાન થઈ હતી. બિપાશા પોતાના વ્યસ્ત શેડ્યુલનાં કારણે મિલિંદને સમય નહોતી આપી શકતી, જેના કારણે બંને વચ્ચે અંતર આવ્યું અને બ્રેકઅપ થઈ ગયું. ડિનો મોરિયા સાથે પણ બિપાશાનાં અફેરની ચર્ચા હતી. બિપાશા ડિનો મોરિયા સાથે ‘રાઝ’ ફિલ્મમાં જોવા મળી હતી અને તેમાં ઘણા જ બૉલ્ડ સીન્સ આપ્યા હતા. કહેવામાં આવે છે કે આ ફિલ્મની શૂટિંગ દરમિયાન જ બંને ઘણા નજીક આવ્યા હતા, પરંતુ થોડાક સમય બાદ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતુ.

જૉન અને બિપાશાનો સંબંધ લગભગ 9 વર્ષ સુધી ચાલ્યો

ડિનો મોરિયા બાદ બિપાશાનું અફેર જૉન અબ્રાહમ સાથે રહ્યું હતુ. ફિલ્મ ‘સાયા’નાં શૂટિંગ દરમિયાન બંનેનો પ્રેમ ઘણો જ પાંગર્યો હતો. જૉન અને બિપાશાનો સંબંધ લગભગ 9 વર્ષ સુધી ચાલ્યો. બંનેનાં બ્રેકઅપ થવાનું કારણ આજ સુધી સામે નથી આવ્યું. ફિલ્મ ‘દમ મારો દમ’થી બિપાશા ‘બાહુબલી’ ફિલ્મનાં ભલ્લાલદેવ-એક્ટર રાણા દુગ્ગાબતીની નજીક આવી હતી. શૂટિંગ દરમિયાન બંને એકબીજાને દિલ આપી બેઠા હતા, પરંતુ આ સંબંધ લાંબો ચાલ્યો નહોતો. ત્યારબાદ સૈફ અલી ખાન પર બિપાશાનું દિલ આવ્યું. વાત એ સમયની છે જ્યારે બંને ‘રેસ-2’નું શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મ બાદ 2012માં સૈફ અલી ખાને અચાનક કરીના સાથે લગ્ન કરી લીધા હતા.

બિપાશાએ ટ્વિટ કરીને હરમન સાથેની રીલેશનશિપ વિશે જણાવ્યું હતુ

‘ઢિશ્ક્યાંઊ’ ફિલ્મમાં બિપાશા બસુ સાથે જોવા મળેલો એક્ટર હરમન બવેજા પણ બિપાશાનાં પ્રેમમાં પડ્યો હતો. હરમન બિપાશાનો છઠ્ઠો પ્રેમ હતો, પરંતુ એ પણ ના ટક્યો. બિપાશાએ ટ્વિટ કરીને હરમન સાથેની રીલેશનશિપ વિશે જણાવ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.