Bipasha Basu has nothing to do any tv or film work nowadays
  • Home
  • Featured
  • બોલિવૂડમાં જેના નામનો સિક્કો ચાલતો, એ અભિનેત્રી હોટ હોવા છતાં આજે કોઈ ભાવ નથી પૂછતું!

બોલિવૂડમાં જેના નામનો સિક્કો ચાલતો, એ અભિનેત્રી હોટ હોવા છતાં આજે કોઈ ભાવ નથી પૂછતું!

 | 1:00 pm IST

એક સમયે બોલિવૂડમાં જેના નામનો સિક્કો ચાલતો હતો આજે એની આવી દયનીય સ્થિતિ જોઈને કોઈને પણ સવાલ ઉભા થઈ શકે છે. અહીં વાત છે હોટ અભિનેત્રી બિપાશા બાસુની. હવે બિપાશાને આઇટમ સોન્ગ કરવાની પણ ઓફર મળી રહી નથી. તે ફિલ્મોમાં નાના નાના રોલ કરવા માટે તરસી રહી છે, પણ કોઈ ભાવ નથી પૂછતું. ઉલ્લેખનીય છે કે,બિપાશાએ અક્ષય કુમારની ફિલ્મ અજનબીથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી હતી.

આ પહેલા બિપાશાના સગર્ભાના ન્યૂઝ પર પણ અભિનેત્રીએ કહ્યુ હતું કે, તે આ પ્રકારના અહેવાલને લઇ વારંવાર હેરાન થાય છે. આ અંગે તેની પાસે કોઈ માહિતી નથી. તેનુ કહેવુ છે કે, મીડિયા અહેવાલ આધાર વગરના છે. તે હાલમાં જુદા જુદા પ્રોજેક્ટને લઇને વ્યસ્ત બનેલી છે. અભિનેત્રીએ કહ્યું કે, મીડિયામાં સતત તેને લઇને આડેધડ ખોટા અહેવાલ આવી રહ્યા છે. તેના લગ્ન થયા ત્યાં સુધી તેની છાપ એક સેક્સી સ્ટાર તરીકે રહી હતી. સારી સારી ભૂમિકા ધરાવતી ફિલ્મોંમાં કામ કર્યું હોવા છતાં તે ફિલ્મોમાં રોષ જમાવી શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન