Bipasha shared a fitness picture, Ranveer Singh wrote the comment that...
  • Home
  • Entertainment
  • Bollywood
  • બિપાશાએ શેર કરી ફિટનેસ તસ્વીર, રણવીર સિંહ કોમેન્ટ કરતા લખ્યુ કે…

બિપાશાએ શેર કરી ફિટનેસ તસ્વીર, રણવીર સિંહ કોમેન્ટ કરતા લખ્યુ કે…

 | 10:56 am IST

બિપાશા બાસુ બૉલીવુડની સૌથી સેક્સી અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે. બિપાશાની હૉટનેસનો જલવો ભલે ફિલ્મોથી દૂર હોય પણ તેનો જાદૂ આજે પણ છે.

બિપાશા બાસુ બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝથી દૂરી બનાવી લીધી છે. પરંતુ સોશિયલ મીડિયા પર તે ખૂબ એક્ટિવ રહે છે. બિપાશા ફેંસ માટે સોશિયલ મીડિયા પર ફોટા શેયર કરતી રહે છે. તાજેતરમાં બિપાશાએ તેની કેટલીક તસ્વીરો કરી છે. જેના પર ફેન્સની સાથે બૉલીવુડના સ્ટાર્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

Sandesh News
Bipasha Basu (image courtesy – Instagram)

આ ફોટામાં બિપાશા ખૂબ ફિટ જોવાઈ રહી છે. ફોટા શેયર કરતા તેણે લખ્યુ અહીં જવા માટે પોતાને તૈયાર કરી રહી છું. પોતાનાથી પ્રેમ. હમેશા ફિટ રહેવું.

Sandesh News
Bipasha Basu (image courtesy – Instagram)

બિપાશાની આ ફોટા પર રણવીર સિંહ કોમેન્ટ કરતા લખ્યુ – “માર ડાલા બીપાશા”, તો બીજી તરફ મલાઈકા અરોરાએ પણ આગળ ઈમોજી શેયર કરતા લખ્યુ ઉફ્ફ્ફ્ફ્

ટીવી અભિનેતા ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ અજનબીથી કરી હતી. બિપાશાએ બૉલીવુડમાં તેમની એક અલગ છબી બનાવી હતી. બિપાશા એક્ટર જોન અબ્રાહમની સાથે ખૂબ લાંબા સમયે સુધી રિલેશનશિપમાં રહી હતી. ત્યારબાદ બિપાશાએ વર્ષ 2016માં કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કરી લીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન