લેફ્ટને માત આપનાર બિપ્લબ દેબ બનશે ત્રિપુરાના CM, જિષ્ણુ દેવ વર્મા બનશે ડેપ્યુટી CM - Sandesh
  • Home
  • India
  • લેફ્ટને માત આપનાર બિપ્લબ દેબ બનશે ત્રિપુરાના CM, જિષ્ણુ દેવ વર્મા બનશે ડેપ્યુટી CM

લેફ્ટને માત આપનાર બિપ્લબ દેબ બનશે ત્રિપુરાના CM, જિષ્ણુ દેવ વર્મા બનશે ડેપ્યુટી CM

 | 1:29 pm IST

ત્રિપુરામાં ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ પોતાના મુખ્યમંત્રી પદનો ચહેરો પસંદ કરી લીધો છે. જીતમાં અગત્યની ભૂમિકા નિભાવનાર પ્રદેશ અધ્યક્ષ બિપ્લબ દેબ રાજ્યના મુખ્યમંત્રી હશે. મંગળવારના રોજ યોજાયેલ બેઠકમાં તેમણે ભાજપના વિધાયક દળના નેતા પસંદ કરાયા છે. આ સિવાય જિષ્ણુ દેવ વર્મા રાજ્યના ઉપમુખ્યમંત્રી હશે.

આપને જણાવી દઇએ કે ભાજપ આજે જ સરકાર બનાવાનો દાવો રજૂ કરી શકે છે. પાર્ટીની તરફથી નીતિન ગડકરીને પર્યવેક્ષક તરીકે મોકલ્યા હતા, ત્યારબાદ બિપ્લબ દેવને વિધાયક દળના નેતા તરીકે પસંદ કર્યા.

નવી સરકાર 9મી માર્ચના રોજ સ્વામી વિવેકાનંદ મેદાનમાં શપથ લેશે. ભાજપ કાર્યક્રમને ભવ્ય બનાવાની તૈયારીમાં છે, શપથ સમારંભમાં કેટલાંય ભાજપ રાજ્યોના મુખ્યમંત્રી પણ ભાગ લઇ શકે છે. આ સિવાય પીએમ મોદી પણ હાજર રહેશે. ત્રિપુરામાં 59 સીટો માટે ચૂંટણી થયેલ તેમાંથી 35 પર ભાજપ અને આઠ સીટો પર સહયોગી દળ ઇંડીજીનસ પીપુલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (આઇપીએફટી)ના ઉમેદવાર વિજય થયા છે.

ભાજપની જીત બાદ ત્રિપુરામાં હિંસા ફાટી
આપને જણાવી દઇએ કે 3 માર્ચના રોજ આવેલા પરિણામો બાદથી જ ત્રિપુરામાં હિંસાની સ્થિતિ બની છે. ભાજપની જીત બાદ રાજ્યના કેટલાંય વિસ્તારોમાંથી તોડફોડ અને મારપીટના સમાચાર સામે આવી રહ્યાં છે. 25 વર્ષથી સત્તામાં સીપીઆઈ(એમ) આરોપ મૂકી રહી છે કે ભાજપ-આઇપીએફટી કાર્યકર્તા હિંસા પર ઉતરી ચૂકયા છે. તેઓ માત્ર વામપંથ ઓફિસોમાં જ તોડફોડ કરી રહ્યાં નથી પરંતુ કાર્યકર્તાઓના ઘરો પર પણ હુમલો કરી તેમને નિશાન બનાવી રહ્યાં છે.

ત્રિપુરાના બેલોનિયા સબડિવિઝનમાં બુલડોઝરની મદદથી રૂસી ક્રાંતિના નાયક વ્લાદિમીર લેનિનની મૂર્તિને ધ્વસ્ત કરી દીધી છે. સામ્યવાદી વિચારધારાના નાયક લેનિનની મૂર્તિ તોડ્યા બાદ વામપંથી દળ અને તેમના કેડર નારાજ છે.