પક્ષીઓની જોડીનાં શિલ્પ લાભકારી - Sandesh
1.6M
1M
1.7M
APPS

પક્ષીઓની જોડીનાં શિલ્પ લાભકારી

 | 1:28 am IST
  • Share

ફેંગશૂઇ

ચમત્કારી ‘કૈલૂન’  

આનું માથું સિંહ જેવું હોય છે, જેના પર શિંગડાં લાગેલાં હોય છે. તેનું ધડ હરણ જેવું અને પૂંછડી સાપ જેવી છે, પગ બકરા જેવા. તેની પીઠ ઉપર ત્રણ સોનેરી સિક્કા બનેલા હોય છે.  ચીની માન્યતાનુસાર મુખ્ય દ્વારની ડાબી તરફ આ ‘કૈલૂન’ને લગાવવાથી અશુભ તત્ત્વોથી રક્ષા મળે છે, ખરાબ નજર નથી લાગતી અને ચોર-ડાકુઓ વગેરે પણ ઘરથી દૂર રહે છે.

ચીનનું આ પૌરાણિક પ્રાણી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે, જેણે દુષ્ટોનો સંહાર કર્યો હતો. પોતાની શક્તિના કારણે તે ઘરની દરેક પ્રકારનાં સંકટોથી રક્ષા કરે છે.

સપ્લિમેન્ટરી ‘કૈલૂન’  

આની સંરચના પહેલા બતાવવામાં આવેલા ‘કૈલૂન’ જેવી જ હોય છે. ચીનનો આ પૌરાણિક નાયક છે, ઉત્સવના પ્રસંગે તેનાં દર્શન શુભ માનવામાં આવે છે.  આ બંને કૈલૂન સાથે લગાવવા જોઈએ. પ્રથમ કૈલૂન મુખ્ય દ્વારની ડાબી બાજુ લગાવવાનું છે, જ્યારે આ સપ્લિમેન્ટરી કૈલૂન જમણી તરફ લગાવવાનું છે.

આ બંને કૈલૂન્સને તમે ઘરના બે ‘વોચમેન’ કહી શકો છો. હકીકતમાં આ બીજો કૈલૂન વાસ્તુદોષથી ઘરની રક્ષા કરે છે.

ફૂ’ ડોગ્સ તથા વાઘ  

ફેંગશુઈ માને છે કે ફૂ કૂતરાઓની જોડી રાખવાથી વધારાની સુરક્ષા મળે છે. ચીનમાં ફૂ ડોગ્સને સુરક્ષાનું સામાન્ય પ્રતીક માનવામાં આવે છે. આવા કૂતરાઓના પ્રતીકને મઠ તથા મહત્ત્વપૂર્ણ મકાનોમાં બહાર રાખવામાં આવે છે. માટી કે પ્લાસ્ટર ઓફ પેરિસનાં આવાં કૂતરાંની જોડી મળે છે.   વાઘને પણ ફેંગશૂઈ સુરક્ષાનું પ્રતીક માને છે. તેના માટે મુખ્ય પ્રવેશદ્વાર પર વાઘનો ફોટો લગાવી શકાય છે. ઘર અથવા ઓફિસની બહાર માટીનો બનેલો વાઘ અથવા Cat Family નું અન્ય પ્રાણી દરવાજા પર રાખી શકાય છે.

પિઓનીનું ફૂલ  

દરેક ઘરમાં ફૂલનું કૂંડું હને તે ના હોય તો ફૂલનું ચિત્ર અથવા પોસ્ટર અથવા આર્િટફિશિયલ ફ્લાવર તો અવશ્ય રાખવાં. ફેંગશૂઈ અનુસાર ઘરના જે ખંડમાંથી નકારાત્મક ઊર્જાનો નાશ કરવાનો હોય ત્યાં ફૂલ અથવા તેનું ચિત્ર લગાવી દો. સ્ત્રીઓએ પિઓનીનું ફૂલ લગાવવું. ઘરમાં વિવાહયોગ્ય કન્યા હોય ત્યાં આ ફૂલ લગાવવાથી આશાસ્પદ પરિણામ જોવા મળે છે. ફૂલ રાખવા માટે ડ્રોઇંગરૂમનો દક્ષિણ-પિૃમ ખૂણો સર્વાધિક ઉપયોગી છે. વિવાહિત લોકો આને પોતાના બેડરૂમમાં ન લગાવે, તેનાથી પતિ-પત્નીના વૈવાહિક સંબંધોમાં તિરાડ પડવાનો ભય રહે છે.  લગ્નેતર સબંધો સર્જાઈ શકે.

ભાગ્યશાળી દેવદારની શાખાઓ  

તિબેટ, નેપાળ, ચીન તથા ઉત્તર અમેરિકાના આદિવાસી ઘર પર પડતા પ્રતિકૂળ પ્રભાવને દૂર કરવા માટે દેવદારનાં સૂકાં પાંદડાં તથા શાખાઓનો ઉપયોગ કરે છે.  ફેંગશૂઈમાં દેવદારને મિત્રતા તથા દીર્ઘાયુનું પ્રતીક માનવામાં આવે છે. ઘરના પ્રવેશદ્વાર પર પાણીમાં નાંખીને દેવદારની શાખા રાખવાથી આ ગુણોમાં વધારો થાય છે. Christmas Pine અથવા Coneshape Pine માંથી કોઈ એકની પસંદગી કરો.

દેવદારની શાખા આ રીતની હોવી જોઈએ, જેમાં ત્રણ શાખાઓ નીકળેલી હોય. આ ત્રણ શાખાઓને સ્વર્ગ, પૃથ્વી તથા માનવતાનું પ્રતીક માનવામાં આવે છે. આ શાખાઓ ઘરમાં રહેનારાના સ્નેહને વધારે છે. ઘરના મોભીના દીર્ઘાયુ હેતુ આ શાખાઓને ઘરની ઉત્તર-પિૃમમાં રાખવી જોઈએ.

તે ઘરમાં શુભ ચીને આમંત્રિત કરે છે.

પ્રેમનાં પ્રતીક પ્રેમી પક્ષીજોડાં  

એકલા રહીને કંટાળી ગયા છો અને પાર્ટનરની શોધમાં છો તો રૂમમાં સ્ત્રી-પુરુષનાં પ્રતીકાત્મક ફેંગશૂઈ પ્રતીક રાખો.

ફેંગશૂઈમાં મેરેડિયન બતકોની જોડી પ્રેમ તથા રોમાન્સનું પ્રતીક છે. નવવિવાહિતોના બેડરૂમમાં આ હોવા જોઈએ. આ યુવાનોના પ્રસન્ન પ્રેમનું પ્રતીક છે. આ કારણસર ચીનમાં કોઈ પેઈન્ટિંગ અથવા મૂર્તિ વગેરેમાં બતકને એકલું બતાવવામાં નથી આવતું. તેમનું પેઈન્ટિંગ ઘરના રૂમમાં લગાવો.

વિવાહ ઈચ્છુક અવિવાહિતે પોતાના શયનખંડમાં મેન્ડેરિન બતકોના પ્રતીકની જોડ રાખવી જોઈએ. લવ બર્ડ્સ પણ રાખી શકો છો. તેનાથી અવિવાહિત વ્યક્તિઓના વિવાહ તુરંત થઈ જાય છે.

પતંગિયાંની જોડીના તેના ઉપયોગની પરવાનગી નથી, કારણ કે તેને દુખાંત પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ કારણસર ચીનમાં પતંગિયાની જોડના પ્રતીકનો ઉપયોગ થતો નથી.

તે સિવાય ચીનવાસીઓ બે માછલીઓ તથા બે પગની જોડને પણ શુભ માને છે. માછલીઓની જોડને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે અને પગની જોડ ભગવાન બુદ્ધના ચરણ પ્રતીકના રૂપમાં વંદનીય છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન